શતાબ્દી મહોત્સવમાં સેવા આપતા મહોત્સવ શરુ થાય તે પહેલા જ સ્વામીનું થયું દુઃખદ અવસાન, શોકનું મોજું ફળી વળ્યું

અમદાવાદના ઓગણેજ ખાતે 1 મહિના સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મ જ્યંતીની ઉજવણી નિમિત્તે એક ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો લોકો આ ઉત્સવનો આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે. 14 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રેમ પૂજ્ય મહંત સ્વામીના હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો.

ત્યારે હવે આ મહોત્સવને લઈને એક દુઃખદ ખબર પણ સામે આવી રહી છે. આ મહોત્સવના આયોજનમાં મહત્વનું યોગદાન આપનારા અને ખડેપગે સેવાકાર્ય કરનારા પૂ. નિર્મલકીર્તિ સ્વામીનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે. જેને લઈને હરિભક્તો પણ શોકમાં ગરકાવ થઇ ગયા છે.

પૂ. નિર્મલકીર્તિ સ્વામીને ગઇકાલે રાત્રે અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો જેના બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેઓ ધામમાં પહોંચ્યા હતા. પૂ. નિર્મલકીર્તિ સ્વામી પાયલોટ થયા હતા પરંતુ પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં આવ્યા બાદ તેમણે 2011માં દીક્ષા ગ્રહણ કરી હતી.

પૂ. નિર્મલકીર્તિ સ્વામી ખુબ જ સેવાભાવી અને સરળ સ્વભાવના હતા. તેમને 2011માં પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી.અને હાલ શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં વિદેશથી 3 લાખ NRI પણ આવી રહ્યા છે,

અને આ ઉરપટ એક મહિના દરમિયાન 30 લાખથી પણ વધુ લોકો આ મહોત્સવમાં હાજરી આપવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સ્વામિનારાયણ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે રચાયેલું વિશાળ પ્રમુખસ્વામી નગર ઘણી બધી વિશેષતાઓથી ભરપૂર છે. તેની સુંદરતા અને કલાકૃતિ જેટલી મનમોહક છે, તેટલી જ તેની સ્વચ્છતાની વ્યવસ્થા પણ છે.

હવેથી રોજ લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે ત્યારે સ્વચ્છતા જળવાય રહે તે માટે આશરે 1700 ડસ્ટબિન મુકવામાં આવ્યા છે. ગર્વની વાત એ છે કે વિશેષતા છે વેસ્ટ માંથી બેસ્ટ બનાવવામાં આવ્યા છે. ખાલી બોટલ જે કચરામાં ફેંકી દેવાની છે. તેના ડસ્ટબીન બનાવ્યા છે.

દર્શનીય નગરને ડસ્ટફ્રી કરાવવામાં આવ્યું છે. તેમજ 1700 થી વધુ કચરાપેટીઓ મૂકવામાં આવી છે. જેમાં ભેગા થયેલ કચરાનું દરરોજ નિકાલ થશે. ત્યાં એકઠા થનાર અનુપયોગી ફ્રુટ અને શાકભાજીના વેસ્ટમાંથી કેટલુંક ખાતર બનાવવામાં વપરાશે. તદુપરાંત તેમાંથી સારો ભાગ એકત્ર કરી ગૌશાળાઓમાં ગાયોના ચારારૂપે પણ જશે.

સાથે જ ભેગા થનાર પ્લાસ્ટિકના કચરાનો પણ અનેક રીતે સદુપયોગ થઈ રહ્યો છે. જો દોસ્તો તમે બાળકો સાથે અહીંયા મુલાકાત લેવા જઈ રહ્યા છો. તો તમારા માટે આ કામની વાત છે. પ્રમુખ સ્વામી નગર એટલું વિશાળ છે કે એક દિવસમાં બધુ વ્યવસ્થિતિ રીતે જોઈ લેવું શક્ય નથી.

આ પ્રદર્શનથી બાળકોને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવનો સંદેશ આપવામાં આવ્યો છે અને સાથે એ પણ સમજાવવામાં આવ્યું છે કે માતા-પિતાની આજ્ઞા ન માનવાથી શું થાય. માતા-પિતા જે કહે છે તે આપણને ભલે ન ગમે, પરંતુ તે આપણઆ સારા માટે જ કહેતા હોય છે.

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માટે તૈયાર કરાયેલી આ નગરી કોઈ પણ વ્યક્તિને પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આ નગરીમાં આધ્યાત્મિક અને વિજ્ઞાનનું મહત્વ સમજાવતી પ્રતિકૃતિઓ સાથે જીવનમાં વિજ્ઞાન સાથે ધર્મનું મહત્વ સમજાવા રોકેટ, અને આઈન્સ્ટાઈનના સૂત્ર સાથે સાથે સાથિયા, ૐ , ધૂપ જેવી ઘણી ભારતીય સંસ્કૃતિને દર્શાવતી પ્રતિકૃતિઓ લગાવાઈ છે…

તો લંડનના એક ગ્રુપે બનાવેલું પ્રમુખ સ્વામી મહારાજનું પેઈન્ટિંગ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે, આ નગરીમાં એ પેઈન્ટિંગ પેકેજિંગ બબલ રેપમાંથી તેયાર કરવામાં આવ્યું છે…આ પેઈન્ટિંગ લંડન મંદિરની મહિલા મંડળે કરી તૈયાર કર્યું છે…તમને જાણીને નવાઈ લાગશે કે આ ઐતિહાસિક મહોત્સવમાં હિસ્સો બનવા માટે છેક અમેરિકાથી ગૂગલના સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અક્ષર મોદી પણ સ્વયંસેવક તરીકે જોડાયા છે…

તેઓ આ મહોત્સવ માટે સ્પેશિયલ 1 મહિનાની રજા લઈને આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ ભવ્ય નગરીમાં સહેલાઈથી પ્રવેશ માટે કુલ 7 પ્રવેશદ્વાર બનાવાયાં છે. આમાંથી મેઈન પ્રવેશદ્વાર- સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. 380 ફૂટ પહોળો તેમજ ઘણી બધી કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. આ નગરીના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારેતરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે.

Niraj Patel