શું દેશમાં પાછું લાગી જશે લોકડાઉન ? પીએમ મોદી તો મૌન છે પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારામણે કહી દીધી આ મોટી વાત

કોરોનાનું સંકટ સમગ્ર દેશની અંદર વધી રહ્યું છે ત્યારે ઘણા મોટા શહેરોમાં લોકડાઉન જેવી પાબંધીઓ લગાવી દેવામાં આવી છે. ત્યારે આ મુદ્દે હજુ પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન અંગેની કોઈ જાહેરાત નથી કરી, પરંતુ આ મુદ્દા ઉપર નાણામંત્રી નિર્મલા સીતારામણે મૌન તોડતા કેટલીક વાતો જણાવી છે.

નિર્મલા સીતારામણે જણાવ્યું કે કેન્દ્ર સરકારનું વ્યાપક સ્તર ઉપર લોકડાઉન લગાવવાનો કોઈ પલાણ નથી એટલે કે ગયા વર્ષની જેમ આ વર્ષે આખો દેશ લોક કરવામાં નહીં આવે. પરંતુ મહામારી રોકવા માટે સ્થાનીય સ્તર ઉપર નિયંત્રણના ખાસ પગલાં ભરવામાં આવશે.

નાણામંત્રીએ સોમવારે કહ્યું કે તેમને ભારતમાં કોવિડ-19નો પ્રકોપ રોકવાના સંબંધમાં વિભિન્ન ઉદ્યોગ સંગઠનો અને કેન્દ્ર સરકાર, રાજ્યો સાથે મળીને લોકોના જીવ અને આજીવિકા બચાવવાને લઈને કામ કરતા રહેશે. તેમને કોરોના વાયરસ મહામારીની બીજી લહેરથી દેશની અર્થવ્યવસ્થાને થવા વાળા નુકશાનથી બચવા માટે કારોબારીઓ પાસેથી સલાહ પણ માંગી.

કોરોના વાયરસ મહામારીના કારણે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક દરમિયાન અર્થ વ્યવસ્થામાં 23.9 ટકાનું સંકુચન થયું હતું. નાણામંત્રીએ સીઆઈઆઈ પ્રમુખ ઉદય કોટક, ફિક્કીના અધ્યક્ષ ઉદય શંકર અને એસોચૈમના અધ્યક્ષ વિનીત અગ્રવાલ સહીત ઉદ્યોગ સંઘોના પ્રમુખો સાથે વાત કરી.

ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ ગયા અઠવાડીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર મોટા પ્રમાણમાં લોકડાઉન નહિ લગાવે અને ફક્ત કોવિડ-19ની કડી તોડવા માટે સ્થાનીય સ્તર ઉપર રોકથામનો સહારો લેવામાં આવશે.

Niraj Patel