‘આદિપુરુષ’ની એ 9 ભૂલો જેે કારણે ફિલ્મ ભયંકર રીતે ટ્રોલ થઇ રહી છે, ના ખબર હોય તો જોઇ લો ફટાફટ…
આદિપુરુષ છેલ્લા કેટલાક દિવસોનો કીવર્ડ છે, પોઝિટિવ સેન્સમાં નહીં, પણ નેગેટિવ સેન્સમાં. આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે. લગભગ દરેક ટીકા કરી રહ્યા છે અને ખામીઓ જણાવી રહ્યા છે. તેની સરખામણી રામાનંદ સાગરની રામાયણ સાથે કરવામાં આવી રહી છે. જો તમે કદાચ નથી જોઇ આ ફિલ્મ તો ચાલો અમે તમને જણાવીએ આ ફિલ્મની કેટલીક ભૂલો…
પહેલી તો એ કે જેના પર જનતા નારાજ છે તે છે સીતાના કપડાં. લોકો કહી રહ્યા છે કે તેને સફેદ સાડી પહેરાવવામાં આવી હતી. વિવિધ રંગોની સાડીઓ પણ ઘણી જગ્યાએ પહેરવામાં આવી છે, જેમ કે ગુલાબી અથવા જાંબલી. જ્યારે તેમણે વનવાસ સમયે માત્ર ભગવા કપડા પહેર્યા હતા.
બીજી એ કે, રાવણના લુકને લઈને ઘણી ટીકા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે તેનો લુક સારો નથી. તેને મુસ્લિમ આક્રમણકારીનો લુક આપવામાં આવ્યો છે. ફિલ્મના ટીઝર દરમિયાન પણ આવી જ વાતો સામે આવી હતી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાવણ વિલન છે, તેથી તેને દાઢીવાળો લુક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાવણની લંકાની સેનાને માસ્ક પહેરાવા બદલ નિર્માતાઓને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હનુમાનના લુક અને દાઢીની પણ ટીકા થઈ રહી છે.
આ પછી એ કે, રાવણના 10 માથા કે જે સીધી રેખામાં હોવા જોઈએ, જ્યારે ફિલ્મમાં સૈફ અલી ખાનને ડબલ સ્ટોરીના માથા આપવામાં આવ્યા છે, પાંચ ઉપર અને પાંચ નીચે.
રામના લુક પર પણ સવાલો ઉઠી રહ્યા છે, વાસ્તવમાં પહેલાથી જ વાત ચાલી રહી હતી કે પ્રભાસ રામનો બરાબર નથી લાગી રહ્યો. ત્યાં હવે એવું કહેવામાં આવ્યું છે કે તેનો દેખાવ એક જગ્યાએ જીસસ જેવો છે.
તેવી જ રીતે મેઘનાથના દેખાવ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હકીકતમાં, ફિલ્મમાં ઈન્દ્રજીતનું શરીર ટેટૂથી ઢંકાયેલું છે. લોકો કહે છે કે તે સમયે ટેટૂ હતા ? અને જો ટેટૂ બનતા હતા તો મેઘનાથના શરીર પર હતા ?
વિભીષણની હેરસ્ટાઈલ પણ ઘણી ટ્રોલ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિભીષણ હાલમાં જ સલૂનમાંથી બહાર આવ્યા છે. જાણે વાળમાં જેલ લાગેલુ હોય.
સૌથી મોટી ભૂલ એ છે કે ફિલ્મના ડાયલોગ્સ.. જેને કારણે ખૂબ જ હોબાળો મચ્યો છે. લોકો રામાયણ કાળના પાત્રો દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા પર સવાલો ઉઠાવી રહ્યા છે. હનુમાન કેવી રીતે કહી શકે: “તેલ તેરે બાપ કા. કપડા તેરે બાપ કા, જલેગી ભી તેરે બાપ કી.
રાવણની લંકાનો રંગ ‘આદિપુરુષ’માં આઠમી ભૂલ કહેવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે લંકા સોનાની હતી અને પણ ફિલ્મમાં તો લંકા કાળી બતાવવામાં આવી છે.ફિલ્મમાં રાવણની સવારી પુષ્પક વિમાનની જગ્યાએ ડ્રેગન જેવા દેખાતા પ્રાણી પર સવારી કરે છે.