મશહૂર ટીવી અભિનેત્રી નીલૂ કોહલી પર ત્યારે દુખોનો પહાડ તૂટી પડ્યો જ્યારે તેના પતિ હરમિંદર સિંહ કોહલીનું નિધન થઇ ગયુ. નીલૂ કોહલીના પતિએ 24 માર્ચે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી અભિનેત્રીને ખૂબ જ આઘાત લાગ્યો છે. જણાવી દઇએ કે, નીલુ કોહલીના પતિ હરમિંદર સિંહનું બાથરૂમમાં પડી જવાથી મોત થયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે તેઓ બિલકુલ સ્વસ્થ હતા અને રોજની જેમ ગુરુદ્વારા ગયા હતા, જ્યાંથી પરત ફર્યા બાદ જ્યારે તે બાથરૂમ ગયા ત્યારે પગ લપસી જવાને કારણે તેઓ નીચે પડ્યા અને તેને કારણે તેમનું મોત થઇ ગયુ. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે એક્ટ્રેસના પતિ બાથરૂમમાં લપસી ગયા ત્યારે ઘરમાં માત્ર હેલ્પર જ હાજર હતો.
ગુરુદ્વારાથી પરત ફર્યા બાદ હરમિંદર સિંહ બાથરૂમ ગયા, પણ જ્યારે તે ઘણીવાર સુધી બહાર ન આવ્યા ત્યારે હેલ્પર તપાસ કરવા ગયો. ત્યારે હેલ્પરે તેમને બાથરૂમના ફ્લોર પર પડેલા જોયા. તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું. નીલૂ કોહલીના પતિના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવ્યા હતા,
કારણ કે તેમનો દીકરો બહાર હતો અને તેના પરત ફર્યા બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પતિના અંતિમ દર્શન વખતે નીલૂ કોહલીની હાલત ઘણી ખરાબ હતી. તે પોતાને સંભાળી શકતી નહોતી. પરિવાર અને નજીકના લોકો દ્વારા નીલૂને સંભાળવામાં આવી. અંતિમ દર્શન સમયે નીલૂ કોહલી ધ્રુસકેને ધ્રુસકે રડતી જોવા મળી હતી.
પતિના જવાનું દુખ તેના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાતુ હતુ. નીલુ કોહલીની વાત કરીએ તો તે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યુ છે. તેણે હંમેશા પોતાના દમદાર અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. નીલુ કોહલીએ હાઉસફુલ 2, પટિયાલા હાઉસ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મો કરી છે. થોડા સમય પહેલા તે પીરિયડ ડ્રામા ફિલ્મ જોગીમાં જોવા મળી હતી.
નીલુ કોહલીએ ટીવી શોમાં પોતાની ઊંડી છાપ છોડી છે. અભિનેત્રીએ સંગમ, મેરે આંગને મેં, છોટી સરદારની, મેડમ સર જેવી સિરિયલોમાં કામ કર્યું છે. નીલૂ કોહલી વર્ષ 1999માં આવેલી ફિલ્મ દિલ ક્યા કરેમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય તેણે પંજાબી સિરિયલ નિમ્મો તે વિમ્મોમાં પણ કામ કર્યું હતું.