નિધિ હત્યાકાંડ : યુવતિને ચોથા માળથી નીચે ફેંકનાર આરોપી સુફિયાન પોલિસની પકડમાં, એનકાઉન્ટર થઇ ગયું

દિલ્લી ટુ લખનઉ…ખૂની લવ જેહાદનો સિલસિલો થમવાનું નામ નથી લઇ રહ્યો. દિલ્લીમાં શ્રદ્ધા હત્યાકાંડ બાદ લખનઉમાં પણ લવ જેહાદનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો. જબરદસ્તી ધર્મ પરિવર્તનના નામ પર લખનઉમાં 19 વર્ષની નિધિ ગુપ્તાને સુફિયાન નામના વ્યક્તિએ બેહરહેમીથી મારી નાખી. પ્રેમની જાળમાં ફસાવી સુફિયાને નિધિનું બ્રેઇન વોશ કર્યુ અને તેનો ધર્મ બદલવાની કોશિશ કરી, પરંતુ તે જ્યારે ના માની તો સુફિયાને તેને ઉપરથી નીચે ફેકી મોતને ઘાટ ઉતારી દીધી. સુફિયાને નિધિને ચોથા માળેથી નીચે ફેંકી હતી.

જો કે, નિધિને ગંભીર હાલતમાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો. નિધિના પરિવારે સુફિયાન પર આરોપ લગાવ્યો હતો કે તે ઘણા દિવસોથી નિધિને પરેશાન કરી રહ્યો હતો અને લગ્ન માટે પણ દબાણ કરી રહ્યો હતો. તે દીકરીનો ધર્મ બદલવા માગતો હતો. પોલિસે આરોપી પર 25 હજારનું ઇનામ પણ રાખ્યુ હતુ. ત્યારે આ કેસમાં ફરાર ચાલી રહેલા ઇનામી આરોપી સુફિયાનની લખનઉ પોલિસે એનકાઉન્ટર બાદ ધરપકડ કરી લીધી છે.

લખનઉ પોલિસની દુબગ્ગા વિસ્તારમાં સુફિયાન સાથે અથડામણ થઇ હતી. જેમાં સુફિયાનના પગમાં ગોળી વાગી અને તે ઘાયલ થઇ ગયો. પોલિસે તેની ધરપકડ બાદ સારવાર માટે તેને હોસ્પિટલ પહોંચાવ્યો. સુફિયાન પર જબરદસ્તી ધર્મ પરિવર્તનનું દબાણ કરવાનો અને નિધિની હત્યા કરવાનો આરોપ છે. લખનઉ પોલિસ કમિશ્નરેટે નિધિની હત્યાના આરોપી સુફિયાન પર 25 હજારનું ઇનામ ઘોષિત કર્યુ હતુ. નિધિની મોત બાદથી સુફિયાનની ધરપકડ માટે સતત પોલિસ છાપેમારી કરી રહી હતી.

લખનઉ પોલિસની અડધા ડઝનથી પણ વધારે ટીમો સુફિયાન પાછળ લાગેલી હતી. સર્વિલાંસમાં સુફિયાનના ફોનનું છેલ્લુ લોકેશન ચોકમાં મળ્યુ હતુ. ત્યાં એખ ટીમ દિલ્લી માટે રવાના થઇ હતી. આ વચ્ચે તેનું લોકેશન દુબગ્ગા વિસ્તારમાં હોવાની જાણ થઇ અને ટીમ ત્યાં પહોંચી ગઇ. આરોપી સુફિયાન લખનઉમાં ઠાકુરગંજથી બાલગંજ તરફ ભાગી રહ્યો હતો, ત્યારે પોલિસે તેને પકડી લીધો.

Shah Jina