ગાંધીનગર: દેવાનાં ભાર નીચે દટાયો પરિવાર,પતિએ પત્ની અને માસુમ પુત્રને ઉતાર્યા મોતને ઘાટ, પોતે પણ…જાણો આખી વિગત નીચે

ગાંધીનગરમાં ડબલ મર્ડરની ઘટના:પત્નીને ગળે ટૂંપો આપ્યો, 5 વર્ષના દીકરાનું માથું ફોડીને પોતાના હાથની નસ કાપી; શેરબજારમાં દેવું થતાં પગલું ભર્યું

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. ન્યૂ ગાંધીનગર સરગાસણની એક સોસાયટીમાં એક આધેડે આર્થિક તંગીથી પરેશાન થઈ પોતાની પત્ની અને પાંચ વર્ષના નિર્દોષ પુત્રની હત્યા કરી હતી, ત્યાર બાદ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ડબલ મર્ડરની ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે.ગુરુવારે થયેલી આ હૃદયદ્રાવક ઘટનામાં, 42 વર્ષીય આધેડે તેના પરિવારનો અંત લાવ્યો હતો. આધેડ યુવક એક સલૂનમાં કામ કરતો હતો, જ્યારે તેમની પત્ની ઘરકામ કરીને પરિવારની આર્થિક સ્થિતિમાં સહયોગ આપતા હતા.

તેમનો પાંચ વર્ષનો પુત્ર સ્થાનિક ચૌધરી સ્કૂલમાં જુનિયર કેજીનો વિદ્યાર્થી હતો. મૂળ સુરેન્દ્રનગરના વતની વાઘેલા પરિવાર છેલ્લા દોઢ વર્ષથી સરગાસણની શ્રીરંગ નેનોસિટી 1માં વસવાટ કરી રહ્યો હતો.આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પાડોશમાં રહેતી એક સગીરાના ઘરમાંનો બલ્બ ખરાબ થયો હતો અને તેણે મદદ માટે આધેડ યુવકના ઘરનો દરવાજો ખખડાવ્યો. દરવાજો અંદરથી બંધ જણાય આવ્યો, પણ લોક ન હોવાથી થોડો ધક્કો મારતા તે ખુલી ગયો. ઘરનું દ્રશ્ય જોઇને સગીરા ભયભીત થઈ ગઈ અને તરત જ પોતાના પિતાને બોલાવી લાવી.પડોશીએ અંદર નજર કરી ત્યારે આધેડ બેભાન હાલતમાં પડેલા દેખાયો અને તેના હાથમાંથી લોહી વહી રહ્યું હતું.

નજીકમાં જ તેની પત્ની ગંભીર સ્થિતિમાં હતી, જ્યારે તેમનો પાંચ વર્ષનો દીકરો લોહીલુહાણ અવસ્થામાં મળ્યો. આ દૃશ્ય જોઈ પડોશીઓ ચોકી ઉઠ્યા અને તાત્કાલિક પોલીસને માહિતી આપી.પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આધેડે પેહલા પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી, જ્યારે પોતાના માસૂમ પુત્રનું માથું ઘરની તિજોરી સાથે અથડાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

ત્યારબાદ, તેમણે તીક્ષ્ણ હથિયારથી પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આધેડે શેરબજારમાં થયેલા ભારે નુકસાન અને દેવાના કારણે આ પગલું ભર્યાની વિગતો લખી છે. હાલ તેઓ ગંભીર સ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બેભાન અવસ્થામાં છે. ઈન્ફોસિટી પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે FSL ટીમ દ્વારા પણ મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ હૃદયવિદ્રાવક ઘટનાથી સમગ્ર ગાંધીનગર પંથકમાં શોકની લાગણી છવાઈ દીધી છે.

Previous Article

સેક્રેટરીની અંતિમ વિદાઈ સમયે ભાવુક થયા ગોવિંદા, નજીકના મિત્રનું નિધન થતા આખોમાં આવ્યા આંસુ

Next Article

રમઝાનના મહિનામાં સના ખાને સંભાવના શેઠને બુરખાને લઇને કહ્યું એવું કે યુઝર્સેએ કરી ટ્રોલ; જુઓ વીડિયો

error: Protected Content!