ફેશન કે ભૂલ? હનિમૂન પર યુવતીની એક ભૂલને લઇ સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો, વીડિયો જોઇ લોકોનો ફાટી નીકળ્યો રોષ

લગ્ન એટલે માત્ર બંધન નહી, પણ જન્મ જન્માંતર એકમેકને સાથ આપવાનું વચન અને લોકો આ પળને યાદગાર બનાવવા માટે કઈકને કઈક કરતાં રહેતા હોય છે. અથવા તો એવું કઈક કરે કે જેનાથી આ પળ હંમેશા માટે યાદગાર બની જાય. તો અમુક લોકો પોતાની પર્સનલ લાઈફને પ્રાઇવેટ રાખતા હોય છે. તો કેટલાક સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. હાલમાં જ એક એવો વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જી.હા..

અમે તમને આજે વિદેશમાં હનીમૂન મનાવવા પહોંચેલ નવપરણીત દુલ્હનનો એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતીએ શોર્ટ્સ પહેર્યા છે. હાથમાં ઘણી બધી બંગડીઓ છે. મહેંદીનો રંગ પણ હાથમાંથી ઉતર્યો નથી. તે પીઠ પર બેગ લટકાવીને દરિયા કિનારે ડાન્સ કરતી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં “ચલ જૈસે હવાએ સનન-સનન” સોન્ગ વાગી રહ્યું છે. આ ગીત પર તે ઝૂમી રહી છે. તેના ચહેરા પર હાસ્ય ખૂબ સારી લાગી રહી છે. વીડિયોના કેપ્શનમાં લખેલું હતું કે, “Bali was fun.”

 

View this post on Instagram

 

A post shared by Priya Tiwari (@onlypriyatiwari)

તેણીએ ભલે કહ્યું હોય કે તે ઇન્ડોનેશિયાના બાલીમાં બીચની મજા માણી રહી છે. પરંતુ પણ લોકોએ તેની ભૂલ પકડી લીધી. લોકોએ કોમેન્ટમાં લખ્યું છે કે આ બાલીનો સમુદ્ર નથી, પણ ગોવાનો નજારો છે. એકે લખ્યું કે, “નોર્થ ગોવાને બાલી નથી કહેવામાં આવતું.” બીજા એક યુઝરે લખ્યું કે, “આ ગોવા મેડમ છે, બાલી નહીં.” એક યુઝરે પ્રિયાને સાડી પહેરવાની સલાહ આપી. તેણે લખ્યું છે કે “તમારે બાલીના બીચ પર સાડી પહેરવી જોઈતી હતી. તમે ફેમસ થઈ જાતા. બધાની નજર તમારા પર ટકેલી રહેતી.” આ સિવાય ઘણા લોકોએ અભદ્ર ટિપ્પણીઓ કરી છે, જ્યારે ઘણા લોકોએ પ્રિયાના ટૂંકા કપડાં પર પ્રશ્નો ઉભા કર્યા છે.

જણાવી દઈએ કે આ મહિલાનું નામ પ્રિયા તિવારી છે, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ ફોલોવર્સ ધરાવે છે. 28 ફેબ્રુઆરીએ પ્રિયાએ પોતાના હનીમૂનનો એક વીડિયો શેર કર્યો હતો, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને લોકો કોમેન્ટસ પણ કરી રહ્યા છે.

Previous Article

વનપીસ આઉટફિટ મોનાલિસાએ મચાવ્યો કિલર લુક્સમાં કહેર, અદાઓ જોઇને ફેન્સ રહી ગયા દંગ, જુઓ તસવીરો

Next Article

કોણ છે ત્રિશાકર મધુ? જેના વાયરલ MMS વીડિયોએ મચાવ્યો હતો હંગામો! MMS લીક પર બોલી અભિનેત્રી

error: Protected Content!