ઓછી નથી થઇ રહી આમિર ખાનની મુસીબતો, લાલ સિંહ ચઢ્ઢાને લાગ્યો વધુ એક ઝટકો

આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”ના બોક્સ ઓફિસ કલેક્શન જોઇને હવે બધાની ઉમ્મીદો ફિલ્મથી તૂટી ચૂકી છે. આમિર ખાનની કમબેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ઝંડા ગાડવામાં ખરાબ રીતે ફેલ થઇ ગઇ છે. લાલ સિંહ ચઢ્ઢાની આટલી ખરાબ હાલત થશે, તેની કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. ખરાબ સમાચાર એ છે કે લાલ સિંહ ચઢ્ઢાનું ખરાબ ભાગ્ય જોઈને Netflix પણ પાછળ હટી ગયું છે. જેમ તમે જાણો છો, છેલ્લા કેટલાક વર્ષોમાં OTT પ્લેટફોર્મનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. આને ધ્યાનમાં રાખીને, થિયેટરમાં રિલીઝ થયાના અમુક સમય પછી ઓટીટી પર ફિલ્મો રિલીઝ થાય છે.

ઘણા લોકો આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના ઓટીટી રિલીઝની પણ રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગી રહ્યુ છે કે આ રાહ માત્ર પ્રતીક્ષા તરીકે જ રહેશે. મીડિયા અહેવાલો અનુસાર, લાલ સિંહ ચઢ્ઢાને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફેલ થતા જોઈને નેટફ્લિક્સે આમિરની ફિલ્મ સાથેની ડીલ રદ કરી દીધી છે. જ્યારે ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ ન હતી, ત્યારે આમિર ખાન ડિજિટલ રાઈટ્સ વેચવા માટે મોટી રકમની માંગ કરી રહ્યો હતો. નેટફ્લિક્સ પર ‘લાલ સિંહ ચઢ્ઢા’ના આગમનથી આમિર ખાન ખૂબ જ ખુશ હતો.

તેણે નેટફ્લિક્સ પાસેથી 150 કરોડ રૂપિયાથી વધુની માંગણી પણ કરી હતી. આમિર ખાન નેટફ્લિક્સ પર તેની અગાઉની ફિલ્મોનો ઉલ્લેખ કરી રહ્યો હતો. આમિર ખાન પહેલાથી અડી રહ્યો હતો કે લાલ સિંહ ચઢ્ઢાને ફિલ્મ રીલિઝના 6 મહિના બાદ ઓટીટી પર લાવવામાં આવે. નેટફ્લિક્સ ઘણા સમય સુધી આમિરને થિયેટ્રિકલ અને ઓટીટી રીલિઝ વચ્ચેના ડિફરન્સને ઓછુ કરવા માટે મનાવતી રહી. આ ઉપરાંત નેટફ્લિક્સ આમિર ખાનને 80થી90 કરોડ આપી રહી હતી, પરંતુ આમિર ખાન તૈયાર નહોતો.

આમિર ખાન ફિલ્મને ચીનમાં રીલિઝ કરવા માંગતો હતો. ઘણી ચર્ચાઓ પછી, નેટફ્લિક્સે આખરે તેને 50 કરોડનો સોદો આપ્યો. આમિર ખાન તેની ફિલ્મને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે વધુ પૈસામાં ફિલ્મ વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે નેટફ્લિક્સ પાસેથી 125 કરોડની માંગ કરી રહ્યો હતો. આમિર ખાનને આશા હતી કે આ ફિલ્મ 300 કરોડથી વધુની કમાણી કરશે. આ અપેક્ષાને લીધે, તે ડિજિટલ પ્લેટફોર્મ માટે આટલો સંઘર્ષ કરી રહ્યો ન હતો.

તેને લાગતું હતું કે ફિલ્મ સારૂ પ્રદર્શન કરશે અને OTT પ્લેટફોર્મ શરત સ્વીકારશે પરંતુ તેમ થયું નહીં. હવે નેટફ્લિક્સે પણ તેની ફિલ્મ ખરીદવાથી હાથ ઉપર કરી દીધા છે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાએ 11 દિવસમાં માત્ર 55.89 કરોડની કમાણી કરી છે. ફિલ્મની ઘટતી કમાણી જોઈને લાગે છે કે લાલ સિંહ ચઢ્ઢા ટૂંક સમયમાં થિયેટરમાંથી પણ ગાયબ થઈ શકે છે, કારણ કે ફિલ્મને દર્શકો નથી મળી રહ્યા, ઘણા શો ખાલી થઈ રહ્યા છે.

Shah Jina