18 વર્ષની ઉંમરે કરોડોની છે માલકીન જન્નત ઝુબૈર, મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર…

ઈન્ટરનેટ સેન્સેશન જન્નતનું ફિગર મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, નાની ઉંમરમાં જ કરોડોની છે માલકિન

એક બાજુ જ્યાં 18 વર્ષની ઉંમરમાં છોકરા-છોકરીઓ માતા-પિતા દ્વારા મળેલ પોકેટ મનીના સહારે તેમનો મહિનો નીકળતા હોય છે તો ત્યાં બીજી બાજુ એવી પણ એક છોકરી છે જે નાની ઉંમરમાં કરોડોની માલકીન છે. અમે વાત કરી રહ્યા છીએ ટીવી અભિનેત્રી અને ટીક-ટોક સ્ટાર જન્નત ઝુબૈરની જેને ઇન્સ્ટાગ્રામ પર 15.8 મિલિયન ફોલોઅર્સ છે.

જોકે જન્નત સફળતો છે જ પરંતુ 18 વર્ષની ઉંમરે જન્નત ઝુબૈર રહમાની ખાલી ફેમસ સોશ્યિલ મીડિયા પર્સનાલિટી અને કરોડોપતિ જ નહિ પરંતુ તે સ્ટાઈલિશ ગર્લ પણ છે. જેનું દરેક ફેશન એવું હોય છે જેને જોઈને તેને ફોલો કરવાની ઈચ્છા થવા લાગે છે.

જન્નતે તેના એક્ટિંગની શરૂઆત વર્ષ 2009થી કરી હતી. તે શોથી જન્નતને કઈ ખાસ એવી સફળતા મળી હતી નહિ. ત્યારબાદ વર્ષ 2011માં જન્નતે શો ‘ફુલવા’માં નજર આવી હતી જેનાથી જન્નતને એક અલગ ઓળખાણ મળી હતી. તેના પછી જન્નતે ઘણા બધા શો અને ફિલ્મોમાં કામ કરેલું છે.

caknowledge.comના રિપોર્ટ્સ અનુસાર જન્નત ઝુબૈર પાસે 7 કરોડ સંપત્તિની માલિકી ધરાવે છે. આ બધી સંપત્તિ જન્નતે તેના પ્રોફેશનમાં ખુબ મહેનત કરીને કમાવેલી છે. જન્નત એક્ટિંગ સિવાય ઘણી બ્રાન્ડ માટે જાહેરાત પણ કરતી હોય છે જેના લીધે તેની સંપત્તિમાં ઘણો વધારો થયો હતો.

જન્નતના ફેશનની વાત કરીએ તો તેના કલેક્શનમાં બધી રીતના કપડાંની વેરાયટીજોવા મળી જશે. તેમાં જીન્સ, શોટ્સ, ડ્રેસ અને ટ્રેડિશનલવેર પણ પહેરે છે. તે સ્ટાઇલ એવી છે કે જે બીજી છોકરીઓ પણ આરામથી ફોલો કરીને સ્ટાઈલિશ દેખાઈ શકે છે.

જન્નતને જીન્સ અને ટોપ પહેરવું ખુબ જ પસંદ છે. તેની જોડે વધારે સ્કીન ફિટ જીન્સ છે જેમાં રિપ્ડ, પ્લેન વધારે જોવા મળે છે. તેની સાએ જન્નત ટૈક ટોપ્સ, સ્લીવલેસ, ક્રોપ્ડ અને અલગ અલગ સ્ટાઇલના ફેન્સી ટોપ પહેરવું પસંદ કરે છે.

જન્નતની જોડે ઘણા બધા સુંદર ટ્રેડિશનલ ડ્રેસ છે જેને પહેરીને તે તસવીર ચાહકો સાથે શેર કરતી હોય છે. સૂટ અને લહેંગાની વાત કરીએ તો વધારે તસવીરોમાં જન્નત વિવિધ કલર વાળામાં જ નજર આવતી હોય છે.

તેની સાથે ક્યારેય પણ જન્નત ભારે ઘરેણાં નથી પહેરતી જે તેની ઉંમરના પ્રમાણે એક પરફેક્ટ ચોઈસ છે. પેન્સિલ સ્કર્ટ, પ્લીટ્સ સ્કર્ટ પણ ખુબ પસંદ કરે છે. તેમનજ ક્યારેક ટી-શર્ટ, ક્યારેક સ્ટાઈલિશ ટોપ તો ક્યારેક શર્ટની સાથે મેચ કરતી નજર આવેતિ હોય છે. બધામાં તેનો લુક ખુબ જ સુંદર હોય છે.

લોકપ્રિય ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈર રહમાનીએ ટીવી શો તું આશિકી માં અભિનતા રીત્વિક અરોરા સાથે ઇન્ટીમેન્ટ સીન્સ કરવાની સખ્ત મનાઈ કરી દીધી હતી. જેના પછી જન્નતને શો માંથી રિપ્લેસ કરવાની ખબરો સામે આવી હતી.

જન્નતના માતા-પિતાને પણ જયારે જાણ થઈ કે મેકર્સ આવા સીન્સ કરવાનો પ્લાન કરી રહ્યા છે તો ત્યારે તેઓએ પણ આપત્તિ વ્યક્ત કરી હતી. ટીવીના સિતારાઓ સ્ક્રીન પર તો બેહદ સિમ્પલ નજરે આવે છે.

સિતારાઓ તેના સાદગીભર્યા રોલને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી છે. રિયલ લાઈફમાં આ સિતારાઓ વૈભવી જિંદગી જીવવાનું પસંદ કરે છે. જે પૈકી એક છે મોંઘી કાર. ઘણા ટીવી સ્ટાર્સ પાસે આલીશાન કાર છે.

આજે અમે તમને નાના પડદાના સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે તાજેતરમાં કરોડોની કાર ખરીદી છે. આ લિસ્ટમાં એક્ટ્રેસ રશ્મિ દેસાઇથી માંડીને 19 વર્ષીય અભિનેત્રી જન્નત  ઝુબૈરકાનું નામ પણ શામેલ છે. આ સેલેબ્સે પણ તેમની મોંઘી કારની તસ્વીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે.

અભિનેત્રી જન્નત  ઝુબૈરે નાની ઉંમરમાં જ કરોડોની કાર પોતાના નામે કરી લીધી છે. જન્નતએ 19માં બર્થડે પર તેણે કરોડોની કિંમતની ઓડી કાર ખરીદી હતી. આ કારની સાથે જન્નતે તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ખુશી ફેન્સ સાથે શેર કરી હતી.

આ ક્યૂટ અભિનેત્રીએ ખૂબ નાની વયે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો માટે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. જન્નતે વર્ષ 2009 થી તેની અભિનય ટીવીમાં શરૂઆત કરી હતી. બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરનારી જન્નત હવે કરોડોની સંપત્તિની માલિક બની ગઇ છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી નાની હોવા છતાંય એક મોડેલ અને પરફોર્મર છે. આ ઉંમરે તે કેરિયરમાં સારી કમાણી કરનારી અભિનેત્રી છે. જન્ન્તને આખી દુનિયાના યુવાનો તરફથી ઘણો પ્રેમ મળે છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. એક્ટિંગ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સમેન્ટ કરે છે. જેના કારણે તેની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

Patel Meet