‘તારક મહેતા’ની આ એક્ટ્રેસ સાથે મોટી ઉંમરના હીરોએ કરી ગંદી હરકત, ‘પહેલાં ડ્રિંક પીવડાવ્યું અને પછી…’

ગુજરાતી અભિનેત્રી નેહલ વડોલિયા આજે કોઈ ઓળખની મોહતાજ નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીની ખાસ દોસ્તના પાત્રમાં જોવા મળેલી આ અભિનેત્રી આજે તેની બોલ્ડ અને ગ્લેમરસ છબીને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જોકે, આ ગ્લેમરની દુનિયા પાછળ કેટલાય કાળા રહસ્યો છુપાયેલા છે, જેનો ખુલાસો તાજેતરમાં પોતે નેહલ વડોલિયાએ કર્યો છે.

આમ, પોડકાસ્ટમાં એક્ટ્રેસે અનેક વાતોનાં ખુલાસાઓ કર્યાં છે. એક્ટ્રેસે નામ લીધા વગર જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં એક મોટી ઉંમરનાં હીરો છે, જે બહુ ફેમસ છે. તેમણે મારી સાથે પાર્ટી પછી ખરાબ વર્તન કર્યું હતું.

પોડકાસ્ટમાં ખોલી ઈન્ડસ્ટ્રીની પોલ તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન નેહલે ઈન્ડસ્ટ્રીમાં પોતાની સાથે બનેલી એક અત્યંત ખરાબ ઘટના વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે, લોકો તેના બોલ્ડ લુકને કારણે તેને જજ કરે છે અને તેની સાથે રિયલ લાઈફમાં પણ અલગ વર્તન કરે છે.

આ સાથે એક્ટ્રેસે વધુમાં જણાવ્યું કે, તે શખ્સે મને કહ્યું કે તમે બહુ સારું કામ કરી શકો છો. તમારી સ્માઈલ પણ બહુ સારી છે. એક મોટી ઉંમરનાં વ્યક્તિની આવી વાતો સાંભળીને હું હેરાન થઈ ગઈ હતી.

શું હતી તે ચોંકાવનારી ઘટના? નેહલે કોઈનું નામ લીધા વગર ઈન્ડસ્ટ્રીના એક ખૂબ જ પ્રખ્યાત અને મોટી ઉંમરના એક્ટર વિશે વાત કરતા કહ્યું, “એક સર જે હંમેશા ચશ્મા અને મફલરમાં જોવા મળે છે, તેમણે મને તેમના મેનેજરની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ તેમણે મને ઘરે બોલાવી. ત્યાં તેમણે મને ડ્રિંક પીવડાવ્યું અને પછી બાલ્કનીમાં લઈ ગયા.”

ઉલ્લેખનીય છે કે, નેહલ હવે ઇન્ડસ્ટ્રીની બોલ્ડ એક્ટ્રેસ બની ગઈ છે. આમ, ઇન્સ્ટાગ્રામ અને એક એપ દ્વારા સારી એવી કમાણી કરે છે. એપ પર ગ્લેમરસ તસવીરો શેર કરે છે. આટલું જ નહીં ફેન્સ સાથે વાત કરવાનો પણ ચાર્જ લે છે.

અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, તે એક્ટર મુંબઈ બતાવવાના બહાને તેની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા અને તેમની વાતો સાંભળીને તે પોતે સ્તબ્ધ થઈ ગઈ હતી. જે વ્યક્તિની છબી પબ્લિકમાં ખૂબ જ સારી છે, તે આવું વર્તન કરી શકે તે વાત પર ભરોસો કરવો મુશ્કેલ હતો.

નેહલે એક પોડકાસ્ટમાં ઇન્ડસ્ટ્રીની પોલ ખોલી છે. એક્ટ્રેસે જણાવ્યું કે લોકો મારા કામને લઈને બહુ જજ કરતા હોય છે. આટલું જ નહીં લોકો મને ખરાબ નજરથી જુએ છે. અનેક લોકો એવું સમજે છે કે જે રીલમાં કરે છે તેવું કામ રિયલ લાઇફમાં પણ કરતી હશે.

લિપ્સ પર કિસ કરવાનો કર્યો પ્રયાસ નેહલે વધુ વિગતો આપતા કહ્યું, “મારો એક જ ટાર્ગેટ હતો કે હું ગમે તેમ કરીને ત્યાંથી જલ્દી બહાર નીકળી જાઉં. હું નીકળું તે પહેલાં જ તે વ્યક્તિએ મને લિપ્સ પર સ્મૂચ (કિસ) કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મેં મારું મોં ફેરવી લીધું હતું.”

પબ્લિકની નજરમાં તે સ્ટારની ઇમેજ બહુ સારી હતી. આટલું જ નહીં એક સેકેન્ડ માટે તો તેમની વાત પર ભરોસો કરી શકી નહીં. જો કે તે સમયે મારો ટાર્ગેટ એ હતો કે કેવી રીતે હું ત્યાંથી ફટાફટ બહાર નીકળી જવું. હું ત્યાંથી બહાર નીકળું તે પહેલાં મને લિપ્સ પર સ્મૂચ કરવાની કોશિશ કરી હતી. ત્યારે મેં મારું મોં ફેરવી લીધું હતું.

નેહલ વડોલિયાની વર્તમાન કારકિર્દી આ ઘટના બાદ નેહલ વધુ સાવધ બની ગઈ છે. આજે નેહલ ઇન્સ્ટાગ્રામ અને અન્ય એપ્સના માધ્યમથી સારી એવી કમાણી કરી રહી છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો દ્વારા ફેન્સ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આ કિસ્સાએ ફરી એકવાર મનોરંજન જગતની કાસ્ટિંગ કાઉચ અને હાઈ-પ્રોફાઈલ લોકોની માનસિકતા પર સવાલો ઉભા કર્યા છે.

Previous Article

2027 સુધી આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની ખાસ કૃપા, કારકિર્દી અને ધનલાભમાં મળશે અપ્રતિમ સફળતા

Next Article

9 સપ્ટેમ્બર રાશિફળ: આજનું પંચાંગ અને ભવિષ્યફળ, જાણો કઈ રાશિના જાતકોને મળશે સફળતા!

error: Protected Content!