શું ખરેખર નેહા કક્કર પ્રેગ્નેટ છે ? “ડાંસ દીવાને 3″ના સેટ પર ખુલી ગયો રાઝ

ખુશખબરી: આખરે નેહા કક્કરે તોડી ચુપ્પી, પેટમાં બચ્ચું છે કે નહિ એ બાબતે કર્યો ખુલાસો

બોલિવુડની લોકપ્રિય સિંગર નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રીત સિંહ કોઇના કોઇ કારણસર ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી ખબરો છે કે નેહા કક્કર પ્રેગ્નેટ છે. જયારે નેહાએ “ઇન્ડિયન આઇડલ”થી બ્રેક લીધો હતો ત્યારે આવી ખબરો આવી હતી કે સિંગર પ્રેગ્નેટ છે જેના કારણે તેણે શો છોડ્યો છે. હવે નેહા કક્કરે તમામ ખબરો પર વિરામ લગાવતા તેની પ્રેગ્નેંસીની હકિકત જણાવી છે.

નેહા કક્કર હાલમાં જ “ડાંસ દીવાને 3” શોમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે આવનાર બાળકને લઇને મોટી અપડેટ આપી હતી. શો દરમિયાન તેના ભાઇ અને સિંગર ટોની કક્કર તેમજ મશહૂર સિંગર અને રેપર હની સિંહ પણ હાજર હતા. શો દરમિયાન એક કંટેસ્ટેંટ ગુંજને “લૂંગી ડાંસ” ગીત પર જબરદસ્ત પરફોર્મ કર્યુ હતુ. તેને ડાંસ કરતા જોઇ નેહા કક્કરે કહ્યુ કે, રોહન અને મેં હજી સુધી બેબીને લઇને કંઇ વિચાર્યુ નથી પરંતુ જો કયારેય બેબી કરીશુ તો ઇચ્છીશુ કે બેબી ગુંજન જેવી હોય.

નેહાની આ વાત સાંભળી ગુંજન સ્માઇલ કરવા લાગી હતી. નેહાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. નેહા કક્કરે તેના ભાઇ ટોની અને હની સિંહ સાથે શો દરમિયાન ઘણી મસ્તી કરી હતી. શોની જજ અને બોલિવુડની લિજેંડ અભિનેત્રી માધુરી દિક્ષિતને મળી નેહા કક્કર ભાવુક થઇ ગઇ હતી.

તમને જણાવી દઇએ કે, નેહા કક્કર, ટોની કક્કર અને હની સિંહની ત્રિપુટી એક નવુ ગીત લઇને આવી છે. જે રીલિઝ થઇ ચૂક્યુ છે અને ધૂમ મચાવી રહ્યુ છે. મ્યુઝિક લેબલ દેશી મ્યુઝિલ ફૈક્ટ્રીનુ ગીત “કાંટા લગા” રીલિઝ થતા જ યૂટયૂબ પર ધૂમ મચાવી રહ્યુ છે. નેહા તેના અવાજથી ફરી એકવાર લોકોને પ્રભાવિત કરી રહી છે. ત્યાં જ હની સિંહ પણ જૂના રંગમાં રંગાતા જોવા મળી રહ્યા છે.

Shah Jina