નેહા કક્કર વાદળોની લઇ રહી છે મજા, જલ્દી બધુુ ઠીક થઇ જાય કારણ કે ઉત્તરાખંડમાં શરૂ થાય…

બોલિવુડ સિંગર નેહા કક્કરના ગીતને લોકો ઘણા જ પસંદ કરે છે. નેહાએ ઘણા બધા ગીતને તેનો અવાજ આપ્યો છે. નેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તે પતિ રોહનપ્રિત સાથે પણ ઘણી તસવીરો અને વીડિયો શેર કરે છે.

હાલ નેહા તેના હોમટાઉનમાં છે. ઉત્તરાખંડથી નેહાએ ઘણી તસવીરો શેર કરી છે, જે વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.

નેહા એક ઝાડની નીચે ઊભી છે અને ત્યાં એક નદી વહેતી રહી છે, આ તસવીરોનો નજારો ઘણો જ સુંદર છે. નેહા પ્રકૃતિની નજીક જઇને ઘણી જ ખુશ છે.

તેણે આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, અમારુ ઉત્તરાખંડ સૌથી સુંદર. હે ભગવાન બધાનો જલ્દી વેક્સિન લાગી જાય અને બધા અહીં આવી આની ખૂબસુરતી જુએ. અહીંનો અને પૂરા ભારતનો રોજગાર ફરીથી શરૂ થઇ જાય. બધુ જ જલ્દીથી ઠીક થઇ જાય.

નેહાએ થોડા સમય પહેલા જ રોહનપ્રિત લગ્ન કર્યા છે. નેહાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે “ઇંડિયન આઇડલ” સિગિંગ રિયાલીટી શોમાં જજ છે.

તમને જણાવી દઇએ કે, હાલ નેહા કેટલાક સમયથી તેના પરિવાર સાથે રહી રહી છે. તેણે હાલમાં જ તેના પેરેન્ટ્સની એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ દરમિયાન ઘરે બધા લોકો હાજર રહ્યા હતા.

Shah Jina