ફાલ્ગુની પાઠક અને નેહા કક્કર યુદ્ધ વચ્ચે બંને એક સાથે જોવા મળ્યા, ફાલ્ગુનીના ગુજરાતી ગરબાના અવાજે ઝૂમવા લાગી નેહા કક્કર, જુઓ વીડિયો

બોલિવૂડ કોરિડોરમાં આ દિવસોમાં બે સિંગર્સ નેહા કક્કર અને ફાલ્ગુની પાઠક વચ્ચે ખૂબ જ ગરમ માહોલ જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે નેહાનું નવું ગીત ‘ઓ સજના’  હકીકતમાં આ ગીતને 90ના દાયકાની પ્રખ્યાત સિંગર ફાલ્ગુની પાઠકના ગીત ‘મૈંને પાયલ હૈ છનકાઈ’નું રિમિક્સ વર્ઝન બનાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ફાલ્ગુની પાઠકે નેહા પર નિશાન સાધ્યું હતું. ફાલ્ગુની પાઠકે તેની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલીક કોમેન્ટ્સ શેર કરી હતી, જેમાં નેહા ટ્રોલ થઈ હતી.

આ ઉપરાંત ફાલ્ગુનીએ એક ઇન્ટરવ્યુમાં ગીત પર તેની પ્રતિક્રિયા આપી હતી. ગાયકે કહ્યું કે “મને રિમિક્સ વર્ઝન વિશે ત્રણ-ચાર દિવસ પહેલા ખબર પડી. એ ગીત સાંભળ્યા પછી મારી પહેલી પ્રતિક્રિયા સારી નહોતી. બસ મને ઉલ્ટી આવવાની બાકી હતી. એવું થઇ ગયું હતું !” ત્યારે આ બધા વચ્ચે એક નવો વીડિયો પણ સામે આવી રહ્યો છે, જેમાં નેહા કક્કર અને ફાલ્ગુની પાઠક એક સાથે જોવા મળી રહ્યા છે.

સોની ટીવી પર ઈન્ડિયન આઈડલની 13મી સીઝન શરૂ થઈ ગઈ છે. હવે આ શોનો એક પ્રોમો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં નેહા કક્કર, ફાલ્ગુની પાઠક, હિમેશ રેશમિયા, આદિત્ય નારાયણ પણ સ્પર્ધકો સાથે જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન નેહા કક્કર પણ કઈ કહેતી જોવા મળી રહી છે.

વીડિયોમાં નેહા કક્કર કહે છે ‘આજનો દિવસ ખૂબ જ સારો છે. થિયેટર રાઉન્ડ. ચાલો માતારાનીનું નામ લઈને આની શરૂઆત કરીએ, આનાથી વધુ સુંદર કંઈ હોઈ શકે નહીં અને આપણી વચ્ચે લિજેન્ડ ફાલ્ગુની પાઠક મેમ છે. આ પછી બધા દાંડિયા ડાન્સ કરવા લાગે છે. તે જ સમયે, ફાલ્ગુની ‘ગરબા’ ગીત ગાય છે જેના પર બધા ડાન્સ કરે છે. યુઝર્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું છે “આ લોકો ગીતને ફેમસ કરવા શું શું કરે છે….”

Niraj Patel