લગ્ન બાદ મા બનવું દરેક મહિલાનું સપનું હોય છે, મા બનવું એક મહિલા માટે નવા જન્મ સમાન હોય છે. પણ જો કોઈ ડોકટર મહિલાને એવું કહે કે તે ક્યારેય મા નહીં બની શકે તો વિચારો કે તેના પર શું વીતી હશે! આવું જ કંઈક પંજાબની ફેમસ અભિનેત્રી નીરુ બાજવા સાથે પણ થયું છે.
ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને પંજાબી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાના કામનો ડંકો વગાડરાની નીરુ પોતાના અભિનયને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. એવામાં ખબરો સામે આવી છે કે નીરુ ચોથી વાર મા બનવા જઈ રહી છે જેની જાણ નીરુએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે અને બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર પણ શેર કરી છે. હાલ નીરુ પોતાના કામથી દુર ગર્ભાવસ્થા એન્જોય કરી રહી છે.
નીરુની પહેલાથી જ ત્રણ દીકરીઓ છે અને તે હવે ચોથી વાર મા બનશે. હકીકતમાં નીરુએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતું પોસ્ટર શેર કર્યું છે જે પોતાની આવનારી ફિલ્મ બ્યુટીફૂલ બિલ્લોનું પોસ્ટર છે. પોસ્ટરમાં નીરુ ગર્ભવતી છે અને તેણે કહ્યું કે,”બિલ્લો માં બનવાની છે. 11 ઓગસ્ટના રોજ બીલ્લોને શુભકામનાઓ આપવા ZEE5 પર આવજો”. અભિનેત્રીની આ પોસ્ટરે ચાહકોને કન્ફ્યુઝ કરી દીઘા છે.
લોકો સમજી નથી શક્યા કે શું વાસ્તવમાં નીરુ મા બનવાની છે કે પછી માત્ર ફિલ્મનું પ્રમોશન છે. જો કે છતાં પણ લોકો તેને ચોથી વાર મા બનવા પર શુભકામનાઓ આપી રહ્યા છે. નીરુના જીવનમાં એક સમય એવો પણ હતો જયારે ડોક્ટર્સે તેને કીધું હતું કે તે જીવનમાં ક્યારેય મા નહીં બની શકે. પણ કદાચ એ લોકોની દુવા જ હતી અને ભગવાનની દયા માટે જ નીરુ ત્રણ દીકરીઓની માતા છે.
કેનેડામાં જન્મેલી પંજાબી ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી નીરુ હાલ 41 વર્ષની છે, પણ તેણે પોતાને એટલી ફિટ રાખી છે કે આ ઉંમરે પણ તે યુવાન દેખાય છે, અને તેની સુંદરતા પર લાખો લોકો ફિદા છે. નીરુએ દેવ આનંદની ફિલ્મ મૈ સોલહ બરસ કી દ્વારા બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું અને આ તેની કારકિર્દીની પણ શરૂઆત હતી. જેના બાદ નીરુએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. અને જેના બાદ પંજાબી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું.
નીરુ બાજવા પોતાના કામની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક દમદાર તસવીરો શેર કરતી રહે છે. તેનું આકાઉન્ટ પણ તેની એકથી એક સુંદર તસ્વીરોથી ભર્યું પડ્યું છે. નીરુ ત્રણે દીકરીઓ સાથેની પણ તસવીરો શેર કરે છે અને પરિવાર સાથે વેકેશન માટે દેશ વિદેશમાં ફરતી રહે છે.