“પંચાયત 3″નું શૂટિંગ કરવા માટે પહોંચેલી નીના ગુપ્તાના હાલ થયા બેહાલ, 40 ડિગ્રીમાં શૂટિંગ કરતા કરતા જણાવ્યું કે “બધું જ બળી ગયું છે..” જુઓ વીડિયો

દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ “પંચાયત”ની 3જી સીઝનનું શૂટિંગ થયું શરૂ, નીના ગુપ્તાએ વીડિયો શેર કરીને જણાવ્યા ગરમીના હાલ, જુઓ

Neena Gupta Panchayat Shooting Video : હાલ દેશભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય માણસનું જીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે. કામ વગર ઘરની બહાર પણ નીકળવાની ઈચ્છા ના થાય એવી જબરદસ્ત ગરમી પડી રહી છે, પરંતુ જે લોકોને આવી ગરમીમાં પણ કામ કરવું પડતું હશે તેમની શું હાલત થતી હશે ? સામાન્ય જ માણસ જ નહીં સેલેબ્સને પણ ગરમીમાં કામ કરવું પડે છે.

હાલ અભિનેત્રી નીના ગુપ્તાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમને શૂટિંગ દરમિયાન ગરમીના થયેલા અનુભવની વાત કરી છે. આ વીડિયો નીના ગુપ્તાએ દર્શકોમાં ખુબ જ લોકપ્રિય બની ચુકેલી વેબ સિરીઝ “પંચાયત 3″ના શૂટિંગ સેટ પરથી શેર કર્યો છે. જોકે, શૂટિંગ ક્યાં થઈ રહ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ વીડિયોમાં નીના ગુપ્તા ‘પંચાયત’ હેડ મંજુ દેવીના ગેટઅપમાં જોવા મળી રહી છે. નીના ગુપ્તાએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં નીના ગુપ્તા પ્રધાન મંજુ દેવીના સ્વરમાં બોલી રહી છે કે તે અને આખી ટીમ 40 ડિગ્રી તાપમાનમાં શૂટિંગ કરી રહી છે. ખૂબ જ ખરાબ હાલત. જો તે મુંબઈ આવશે તો કોઈ તેને ઓળખી શકશે નહીં.

વીડિયોમાં નીના ગુપ્તા કહી રહી છે, ‘તડકો ગરમ છે. છત્રી ઉપરથી ચાલી જાય છે. સૂર્યપ્રકાશ આંખો અને મોં પર પડે છે. બધું બળી ગયું છે. હું મુંબઈ આવીશ ત્યારે અમને કોઈ ઓળખશે નહીં. નીના ગુપ્તાના આ વીડિયો પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neena Gupta (@neena_gupta)

એક ચાહકે લખ્યું છે, ‘વાહ, પંચાયત 3નું શૂટિંગ.’ અન્ય એક ફેને લખ્યું છે કે, ‘મૅમ અમે બધા તમને ખૂબ પસંદ કરીએ છીએ. કૃપા કરીને અમારા માટે ઘણું બધું કરો. સૌ કોઈ પંચાયત 3ની રાહ જોઈ રહ્યા છે. અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘નીના જી, પ્રોડક્શન લોકોને કહો કે મિસ્ટ સ્પ્રે સાથે પંખા લગાવે. ઓછામાં ઓછું ભેજયુક્ત રહેવાથી ડિહાઇડ્રેશન ઘટશે.”

Niraj Patel