રોજની જેમ ગુરુદ્વારાથી આવ્યા હતા, કોઇ બીમારી નહોતી…તો પણ કઈ રીતે બાથરૂમમાંથી આ મોટી હસ્તીની લાશ મળી આવી, જાણો સમગ્ર મામલો 

નાના પડદાની દિગ્ગજ અદાકારા નીલૂ કોહલીના પતિ હરમિંદર સિંહ કોહલીનું નિધન થઇ ગયુ છે. રીપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીના પતિ ઘરના બાથરૂમમાં લપસી ગયા હતા અને તેમણે ત્યાંજજ દમ તોડી દીધો હતો. તે સંપૂર્ણ સ્વસ્થ હતા, પણ 24 માર્ચે ગુરુદ્વારાથી પરત ફર્યા બાદ તે બાથરૂમમાં ગયા અને ત્યાં જ પડી ગયા. જ્યારે તેમની સાથે આવું બન્યુ ત્યારે ઘરમાં માત્ર હેલ્પર જ હાજર હતો.

જો કે, તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ, તેમને કોઈ ગંભીર બીમારી નહોતી. ખાલી ડાયાબિટીસની ફરિયાદ હતી. નીલુ કોહલીની મિત્ર વંદના અરોરાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, આ ઘટના શુક્રવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. હરમિંદર ગુરુદ્વારા ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ તે બાથરૂમમાં ગયા અને ત્યાં લપસી જવાને કારણે તેઓ પડી ગયા.

તે સમયે ઘરમાં માત્ર હેલ્પર હાજર હતો જે બપોરના ભોજનની તૈયારી કરી રહ્યો હતો. જ્યારે તેણે જોયું કે ઘણીવાર સુધી હરમિંદર બહાર ન નીકળ્યા ત્યારે તે બેડરૂમમાં ગયો પણ તે ત્યાં પણ જોવા મળ્યા નહિ. જ્યારે હરમિંદર બેડરૂમમાં ન મળ્યા ત્યારે હેલ્પર બાથરૂમ તરફ ગયો અને ત્યારે તેણે જોયું તો હરમિંદર બેભાન અવસ્થામાં પડેલા હતા. તેમના અંતિમ સંસ્કાર 26 માર્ચ રવિવારે કરવામાં આવ્યા.

તેમનો દીકરો બહાર હોવાને કારણે અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે નીલુ કોહલી ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તે 1999માં આવેલી ફિલ્મ દિલ ક્યા કરેમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય તેણે પંજાબી સિરિયલ નિમ્મો તે વિમ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે હિન્દી સિરિયલ ‘જય હનુમાન’માં પણ કામ કર્યું છે. 2022માં તે પીરિયડ ડ્રામા ફિલ્મ ‘જોગી’માં જોવા મળી હતી. નીલુ કોહલી મૂળ ચંદીગઢની છે.

નીલુનો જન્મ ઝારખંડના રાંચીમાં થયો હતો. નીલુએ પોતાનું સ્કૂલિંગ રાંચીની લોરેન્ટો કાન્વેંટ સ્કૂલમાંથી કર્યું હતું. તેણે કોલેજનું શિક્ષણ અહીંની નિર્મલા કોલેજમાંથી કર્યું. તેણે 19 ઓક્ટોબર 1986ના રોજ હરમિંદર સિંહ કોહલી સાથે લગ્ન કર્યા અને પછી તે ચંદીગઢ શિફ્ટ થઇ. નીલુ અને હરમિંદર બે બાળકોના પેરેન્ટ્સ છે. તેમના પુત્રનું નામ બલવીર સિંહ કોહલી અને પુત્રીનું નામ સાહિબા કોહલી છે. એવું કહેવાય છે કે તેને તેની કારકિર્દીની પ્રથમ ભૂમિકા ડેન્ટલ ક્લિનિકમાં મળી હતી.

નીલુની દીકરીનો દાંત તૂટી ગયો હતો અને તે તેને ક્લિનિક લઈ ગઈ હતી. અહીં જ તેને ટીવી કોમર્શિયલ માટે કાસ્ટ કરવામાં આવી હતી. બાદમાં નીલુએ કરિયરનો પહેલો ટીવી શો ‘નિમ્મો તે વિમ્મો’ (પંજાબી) કર્યો. તે સમયે તે 35 વર્ષની હતી. તેણે ટીવી પર ‘ભાભી’, ‘આહત’, ‘સીઆઈડી’, ‘મીત’, ‘ખુશિયાં’, ‘પ્યાર કી કશ્તી મેં’ અને ‘જબ લવ હુઆ’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. નીલુએ ‘તપિશ’, ‘તેરે લિયે’, ‘સ્ટાઈલ’, ‘રન’, ‘પટિયાલા હાઉસ’ અને ‘ખન્ના એન્ડ અય્યર’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Shah Jina