ફેનિલ ગોયાણીને કોર્ટે હત્યાનો દોષિત માનતા ગ્રીષ્માના વકીલે જે કહ્યું તે સાંભળીને તમારી આંખો પણ આંસુઓથી છલકાઈ ઉઠશે

સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા વેકરીયા કેસની અંદર ગાઇકાલે આરોપી ફેનિલ ગોયાણીને સુરતની નામદાર કોર્ટ દ્વારા દોષિત માનવામાં આવ્યો હતો, ત્યારે હવે હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટ સજા સંભળાવે તેની રાહ જોવામાં આવી રહી છે, કોર્ટની અંદર ગ્રીષ્માનો કેસ જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા છે. ત્યારે તેમને “ગુજરાત તક” મીડિયા સાથે વાત કરી હતી અને કોર્ટમાં કેવી રીતે કેસ ચાલ્યો તે અંગે સમગ્ર વાત જણાવી હતી.

તેમને જણાવ્યું હતું કે, “આ કેસ શ્રી વિમલ કે. વ્યાસ સાહેબની કોર્ટમાં ચલાવવામાં આવ્યો, આ કેસ 28 ફેબ્રુઆરીથી શરૂ થયો અને એપ્રિલના પહેલા અઠવાડિયા સુધી ચાલ્યો. બંને પક્ષોની દલીલ પૂર્ણ થયા પછી નામદાર કોર્ટે જ્જમેન્ડ ડિક્લેર કર્યું છે. આ જજમેન્ટ ખરેખર આવકાર દાયક જજમેન્ટ છે. જજમેન્ટ ડિક્લેર કરતી વખતે નામદાર કોર્ટે કહ્યું છે આરોપીને ઇન્ડિયન પીનલ કોર્ટની કલમ 302, 307, 342, 354D, 504 અને 506-2 હેઠળની તમામ કલમ હેઠળ કસૂરવાર ઠહેરાવું છું.”

તેમને આગળ જણાવ્યું કે, “ફરિયાદ પક્ષ દ્વારા કોર્ટની અંદર જેજે પુરાવા રજૂ કરવામાં આવ્યા તે તમામ પુરાવા કોર્ટ દ્વારા માનવામાં આવ્યા છે. નામદાર કોર્ટે ચુકાદો જાહેર કરતી વખતે કેટલાક મુદ્દાઓ ઉપર ઓપન કોર્ટની અંદર છણાવટ પણ કરેલી છે. જેમ કે આરોપી પક્ષે એક શંકા ઉભી કરવામાં આવી હતી કે આ ગ્રેવ એન્ડ સડન પ્રવોશન છે. તો એ વાત પણ નામદાર કોર્ટે માની નથી ખંડન કર્યું છે, કારણ કે બનાવ પહેલા આરોપી અને મરનારના પરિવાર સાથે કોઈ ઝઘડો થયો હોય કે કોઈ અચાનક ઉશ્કેરાટમાં બનાવ બન્યો હોય તેવું કશે પુરાવામાં આવ્યું નથી.”

તેમને એમ પણ જણાવ્યું કે, “પુરાવામાં એવું આવ્યું છે કે પૂર્વ તૈયારી સાથે ડિસેમ્બર મહિનામાં ચપ્પુ ખરીદ્યા અને ત્યારબાદ સતત તેની પાછળ મારવા ફરતો હોય તે પ્રકારનું પુરાવો મળ્યો. નામદાર કોર્ટે એવી પણ ટિપ્પણી કરી છે કે આરોપી તરફે એવું કહેવામાં આવ્યું હતું કે પ્રેમમાં દાઝેલો પ્રેમી છે. તો તે સંદર્ભે ફરિયાદ પક્ષે કહ્યું કે પ્રેમમાં ત્યાગ અને બલિદાનની ભાવના હોય, કોઈની બળી લેવા કે કોઈનો જીવ લેવા પ્રેમ કોઈને લાયસન્સ નથી આપતું અને નામદાર કોર્ટે ફરિયાદ પક્ષની એ દલીલ પણ માની અને કહ્યું કે આ લોકો વચ્ચે કોઈ પ્રેમ પ્રકરણ હોય તેવું પણ જણાતું નથી.”

નયન સુખડવાલાએ આગળ જણાવ્યું કે, “આ કેસમાં મહત્વનો પુરાવો છે તે વીડિયો ફૂટેજ જે રાહુલ ઉકાણીએ વીડિયો ઉતાર્યો હતો તે પુરાવો પણ નામદાર કોર્ટે માન્યો છે. અને શંકા રહિત રીતે તે પુરવાર પણ થયો છે અને આ બધા જ પુરાવાને માન્ય રાખીને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે. નામદાર કોર્ટ તરફથી આરોપીને સજા બાબતે પણ પૂછવામાં આવ્યું, અને ત્યારે આરોપીએ કહ્યું કે મારે સજા બાબતે કશું કહેવું નથી. તેના બાદ હવે કોર્ટની અંદર કેટલી સજા કરવી તે અંગેની દલીલ આરોપીના વકીલ પણ કરશે અને ફરિયાદ પક્ષે હું પણ કરીશ.”

હત્યારા ફેનિલને શું સજા આપવી તે અંગે જિલ્લા સરકારી વકીલે નામદાર કોર્ટને કહ્યું કે, “આ કેસમાં ફરિયાદ પક્ષ ફાંસીની સજા એટલે કે કેપિટલ પનિશમેન્ટ કરવાની માંગ કરશે અને તેની સાથે કેટલાક જજમેન્ટ પણ રજૂ કરશે.”  ત્યારે હત્યારા ફેનિલ ગોયાણી પાસે મળી આવેલા બે ચાકુને લઈને પણ જિલ્લા સરકારી વકીલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.

તેમને જણાવ્યું હતું કે નામદાર કોર્ટ દ્વારા પેઈન લઈને ગ્રીષ્માની હત્યાનો વીડિયો જોવામાં આવ્યો હતો અને ત્યારે વીડિયોને ઝૂમ કરીને જયારે જોવામાં આવ્યું ત્યારે ફેનિલ ગોયાણીની જીન્સના નેફામાં બીજો ચાકુ હતો જે પણ નામદાર કોર્ટે પોતાના પુરાવામાં નોંધ્યું છે. એટલે બંને ચાકુ લઈને તે ગુન્હાવાળી જગ્યાએ ગયો હતો તે સાબિત થાય છે.

આ ઉપરાંત ગ્રીષ્માના વકીલે એમ પણ જણાવ્યું કે “ગ્રીષ્માની હત્યા કરતા પહેલા તેને ઇન્સ્ટાગ્રામથી તેની ધરમની બહેન ક્રિષ્નાને મેસેજ કર્યો કે હું ગ્રીષ્માના ઘરે જાઉં છું પેલી ને.. અને પછી ચેટ ડીલીટ કરી નાખું છું ત્યારે આ બાબતે નામદાર કોર્ટે કહ્યું હતું કે ક્રિષ્નાએ આ બાબતની જાણ કરી હોત પરિસ્થિતિ કદાચ અલગ હોત, એટલે એ ઘણી દુઃખદ બાબત છે કે ક્રિષ્નાએ તે સમયે જાણ ના કરી.

Niraj Patel