નવસારીમાં છાતીના પાટિયા બેસી જાય તેવો અકસ્માત, મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઇવે ! કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ ડિવાઇડર કૂદી ગઈ

નવસારીના આલીપોર બ્રિજ પર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, ચારના મોત-બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ! કારનું ઊડી ગયું છાપરું

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર ગમ્ખવાર અને ખૌફનાક અકસ્માતમાં કેટલાક લોકો મોતને ભેટે છે, જ્યારે કેટલાક ગંભીર ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલમાં નવસારીમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચારના મોત થયા છે અને બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નવસારીના આલીપોર બ્રિજ પર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થતા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માત એવો જોરદાર હતો કે કારનું તો છાપરુ જ ઉડી ગયુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજ રોજ સવારે આલીપોર બ્રિજ પર કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ અને આ ટક્કર એટલી ભયંકર હતી કે ઘટના સ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં જયારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. 4 લોકોના મોત થતા પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે. ત્યારે ઇજાગ્રસ્ત 2 લોકોને તાત્કાલિક અસરથી સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

કારમાં સવાર યુવકો બેન્કોકથી મુંબઈ એરપોર્ટ આવ્યા હતા અને તેઓ કાર લઈ સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. ચીખલી હાઈવે પર અકસ્માત સર્જાતા હાઈવે લોહિયાળ બન્યો હતો. કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ટક્કર થતા 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતા જ નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માત બાદ કારના સ્પીડો મીટર પર લાસ્ટ સ્પીડ 170 જોવા મળી હતી. જેને કારણે એવું મનાઇ રહ્યુ છે કે ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં અમિત થડાની, ગૌરાંગ અરોરા, રોહિત માહુલ, મહંમદ હમજા મહંમદ હનીફ ઈબ્રાહિમ પટેલ સામેલ છે, જ્યારે ઈજાગ્રસ્તોમાં રિષી એન્જિનિયર અને વિકાસ સરા આ બંને સુરતના રહેવાસીઓ હોવાનું સામે આવ્યુ છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઉલ્લેખનીય છે કે, નવસારીમાં 2022ના છેલ્લા દિવસે એટલે કે થર્ટી ફર્સ્ટના દિવસે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી.

Shah Jina