“ગંગુબાઈ કાઠિયાવાડી”ના ઢોલીડા ગીત ઉપર આ ગુજરાતી દાદીએ કર્યો એવો ડાન્સ કે તેમનો ઉત્સાહ અને એનર્જી જોઈને જુવાનિયા પણ હાંફી જશે

થોડા સમય પહેલા જ આવેલી બોલીવુડની ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી”ને લઈને દર્શકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો, આ ફિલ્મમાં આલિયા ભટ્ટની એક્ટિંગના પણ ખુબ જ વખાણ લોકોએ કર્યા હતા, તો ફિલ્મના ઘણા સીન ઉપર લોકોએ વીડિયો પણ બનાવ્યા, આ ફિલ્મનું એક ગીત “ઢોલીડા” પણ ખુબ જ પ્રખ્યાત રહ્યું અને ઘણા લોકોએ તેના ઉપર પણ પોતાના ડાન્સ વીડિયો બનાવ્યા.

પરંતુ આ બધા જ વીડિયોમાં હવે એક વીડિયો એવો પણ સામે આવ્યો છે જેમાં એક માજી ઢોલીડા ગીત ઉપર જબરદસ્ત ડાન્સ કરતા હોવા મળી રહ્યા છે, માજીનો આ ડાન્સ જોઈને ભલ ભલા જુવાનિયાઓ પણ ભોંઠા પડી જતા હોય તેમ લાગી રહ્યું છે, વીડિયોમાં માજીની એનર્જી અને તેમનો ઉત્સાહ જોનારાના હોશ ઉડાવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં દેખાઈ રહેલા માજીનું નામ જશોદાબેન પટેલ છે અને તેમને 74 વર્ષની ઉંમરમાં પણ ખુબ જ સ્ફૂર્તિ સાથે ઢોલીડા ગીત ઉપર જબરદસ્ત ડાન્સ કરીને સૌને હેરાન કરી દીધા હતા. ગત 8મી માર્ચે વર્લ્ડ વુમન્સ ડે નિમિત્તે નવસારીના સિનિયર સીટીઝન્સ માટે પટેલ સોસાયટીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ માજીએ ખુબ જ શાનદાર ડાન્સ કરીને સૌના દિલ જીતી લીધા હતા.

જશોદાબેન પટેલ હાલ નવસારીના લૂંસીકુલ વિસ્તારમાં રહે છે, તેમના બે બાળકો છે અને બંને બાળકો વિદેશમાં સ્થાયી થઇ ગયા છે, હાલ તેઓ નવસારીમાં પોતાના પતિ સાથે પોતાની નિવૃત્તિનો સમય પસાર કરી રહ્યા છે. તેમના પતિ તેમના માટે ખુબ જ પ્રેરણાદાયક છે, જશોદાબેનને તેમના પતિએ જ આ કાર્યક્રમમાં ડાન્સ કરવા માટે કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જશોદાબેને મીડિયા સાથે પણ આ બાબતે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમને ડાન્સ કરવાનો પહેલાથી જ ખુબ જ શોખ છે. જયારે તે નવરાત્રીમાં ગરબા રમવા માટે પણ જતા ત્યારે પણ ત્યાં પ્રોફેશનલ રીતે ગરબા રમતા નહોતા, માત્ર સાદાઈથી ગરબાનો આનંદ લેતા હતા, પરંતુ હાલમાં જ તેમને માત્ર પાંચ દિવસની તાલીમ લઈને ગંગુબાઈના ઢોલીંડા ગીત ઉપર ગજબનો ડાન્સ કરીને નામના મેળવી લીધી.

Niraj Patel