BREAKING : નટુકાકાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન..

ટીવી જગત અને ફિલ્મી દુનિયામાંથી છેલ્લા થોડા સમયમાં ખૂબ જ દુઃખદ ખબરો આવી રહી વહે ત્યારે હાલ પણ એક એવી જ ખબરે ચાહકોને શોકમાં મૂકી દીધા છે, છેલ્લા 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર નિભાવી રહેલા ગુજરાતી અભિનેતા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરમાં નિધન થયું છે, આ ખબર સાંભળીને તારક મહેતાના કલાકારો સાથે ટીવી ઇન્ડસ્ટ્રી અને ચાહકોમાં પણ શોક વ્યાપી ગયો છે.

ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.

​​​​​​​ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો થેરપી માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી.

ઘનશ્યામ નાયકે તેમના અભિનય દ્વારા એક મોટી નામના મેળવી હતી, તેમના નિધનથી તારક મહેતા શોમાં પણ એક મોટી ખોટ પડી છે. ચાહકો પણ નટુકાકાના અભિનયની ખૂબ જ પ્રસંશા કરતા હતા, બાધા સાથે તેમની જોડીના પણ દર્શકો દિવાના હતા, ત્યારે હવે તારક મહેતામાં દર્શકોને બાધા અને નટુકાકાની જોડી જોવા નહીં મળે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘનશ્યામ નાયકના નિધનના ખબર મળવાની સાથે તેમના સંબંધીઓ પણ મુંબઇ જવા માટે રવાના થઈ ગયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાનું કેન્સરની બીમારીથી નિધન થયું છે. ધનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ઘનશ્યામભાઈ નાયકનો જન્મ 1944માં થયો હતો.

થોડા સમય પહેલા નટુકાકાએ કેન્સરની સર્જરી કરાવ્યા બાદ તે શોના સેટ ઉપર પણ પરત ફર્યા હતા, પરંતુ તેમને ફરી પાછા હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હોવાની ખબરો પણ આવી હતી. મીડિયામાં એવી ખબર પણ આવી હતી કે નટુકાકાએ પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે જો તેમનું નિધન થાય તો તે મેકઅપ પહેરીને મરવા ઈચ્છે છે.

ઇન્સ્ટન્ટ બૉલીવુડ નામના એક પ્રમાણિત ઇન્સ્ટાગ્રામ પેજના જણાવ્યા પ્રમાણે ઘનશ્યામ નાયકે પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી હતી. પોસ્ટ પ્રમાણે નટુકાકાએ કહ્યું હતું કે તે પોતાના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા ઈચ્છે છે. નટુકાકા છેલ્લા કેટલાય વર્ષોથી તારક મહેતા શોમાં કામ કરી રહ્યા હતા અને દર્શકોને પણ ભરપૂર મનોરંજન કરાવી રહ્યા હતા.

YC