બોલિવુડને લાગ્યો વધુ એક ઝાટકો : સતીષ કૌશિક બાદ વધુ એક મોટી હસ્તીએ પણ દુનિયાને કહ્યુ અલવિદા, તે ડાયાલિસિસ પર હતા અને….

બોલિવુડમાંથી એક દુખદ ખબર સામે આવી છે. ફિલ્મમેકર પ્રદીપ સરકારનું નિધન થઇ ગયુ છે. 67 વર્ષની ઉંમરે પ્રદીપ સરકારે છેલ્લા શ્વાસ લીધા. 24 માર્ચે એટલે કે આજે સવારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ. ખબરો અનુસાર, તે ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ઘણુ તેજીથી ઘટી રહ્યુ હતુ, જે બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પણ તેઓ બચી ન શક્યા. તેમની મોત સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક ટેલેન્ટેડ ફિલ્મમેકરને ખોઇ દીધા છે. અભિનેત્રી નીતુ ચંદ્રાએ ડાયરેક્ટરની નિધનની ખબરને કંફર્મ કરી હતી.

ટ્વીટમાં તેણે લખ્યુ- અમારા પ્રેમાળ ડાયરેક્ટર દાદા હવે નથી રહ્યા, મેં મારુ કરિયર તેમની સાથે શરૂ કર્યુ હતુ, તેમનું ટેલેન્ટ ગજબનું હતુ. તેમની ફિલ્મો લાર્જર ધેન લાઇફ હતી. તેમને ઘણા યાદ કરવામાં આવશે. એક્ટર અજય દેવગને પણ ડાયરેક્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અજયે પ્રદીપ સરકારને નમ આંખે શ્રદ્ધાંજલિ આપી અને પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી. ડાયરેક્ટરના નિધનથી સેલેબ્સ શોક્ડ છે. મનોજ બાજપેયી, હંસલ મહેતાએ પણ તેમની આત્માને શાંતિની દુઆ કરી છે. પ્રદીપ સરકાર ડાયરેક્ટર હોવાની સાથે સાથે રાઇટર પણ હતા.

વિનોદ ચોપડા પ્રોડકશન્સથી તેમણે તેમનું કરિયર શરૂ કર્યુ હતુ. 17 વર્ષો સુધી મેનસ્ટ્રીમ એડવરટાઇઝિંગમાં એક ક્રિએટિવ ડાયરેક્ટર-આર્ટ તરીકે કામ કર્યા બાદ તેમણે ડાયરેક્ટોરિયલ જર્મી શરૂ કરી. તે એડ ફિલ્મમેકર બન્યા. કોમર્શિયલ ઉપરાંત તેમણે ઘણા હિટ મ્યુઝિક વીડિયો પણ ડાયરેક્ટ કર્યા. આમ તો તેમણે ઘણી સુપરહિટ અને કમાલની ફિલ્મો બનાવી, પણ સૈફ અલી ખાન અને વિદ્યા બાલન સ્ટારર પરિણીતાને સૌથી વધારે પસંદ કરવામાં આવી.

એક ફિલ્મ ડાયરેક્ટર તરીકે પરીણિતા તેમની પહેલા ફિલ્મ હતી. આ ફિલ્મ આજે પણ મૂવી લવર્સની ફેવરેટ છે. આ ફિલ્મે વિદ્યા બાલનને સ્ટાર બનાવી. પરીણિતા ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. 5 ફિલ્મફેર એવોર્ડ આને પોતાના નામે કર્યા હતા. પ્રદીપ સરકારના ડાયરેક્શનમાં બનેલી છેલ્લી હિંદી ફિલ્મ હેલીકોપ્ટર ઇલા હતી. જેમાં કાજોલે લીડ રોલ પ્લે કર્યો હતો. પ્રદીપ સરકારે દર્શકોને ઉત્તમ સિનેમા બતાવ્યું.

તેમણે ઘણી હિટ ફિલ્મો કરી હતી. જેમાં પરિણીતા, એકલવ્ય-ધ રોયલ ગાર્ડ, લફંગે પરિંદે, લગા ચુનરી મેં દાગ, મર્દાની જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના નિર્દેશનમાં ઘણી વેબ સિરીઝ પણ બની હતી. જેમ કે ફોરબિડન લવ, એરેન્જ્ડ મેરેજ, કોલ્ડ લસ્સી અને ચિકન મસાલા. પ્રદીપ સરકારના નિર્દેશનમાં બનેલી છેલ્લી સીરીઝ દુરંગા હતી.

Shah Jina