...
   

કેટલી છે હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ ? કેવી રીતે એક સર્બિયાઇ મોડલ પર દિલ હારી બેઠો ભારતીય ઓલરાઉન્ડર

છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. તાજેતરમાં જ નતાશાએ ઈન્સ્ટાગ્રામ પરથી પોતાનું નામ ‘નતાશા સ્ટેનકોવિક પંડ્યા’થી બદલીને નતાશા સ્ટેનકોવિક કરી દીધુ. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે 4 માર્ચે નતાશાના જન્મદિવસ પર હાર્દિકે કંઈપણ પોસ્ટ કર્યું નહોતું. IPL 2024ની એક પણ મેચ જોવા માટે નતાશા સ્ટેડિયમ પણ નહોતી પહોંચી.

આવી ઘણી બાબતોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક અને નતાશા વચ્ચે બધુ સારું નથી ચાલી રહ્યું. જો કે, હાર્દિક કે નતાશાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. હાર્દિક પંડ્યા હાલમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. તેને 15 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા તે ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો અને ટીમની કમાન સંભાળી રહ્યો હતો. તેના નેતૃત્વ હેઠળ, ટીમે એક વખત ખિતાબ જીત્યો હતો અને બીજી વખત રનર અપ રહી હતી.

આ સિવાય હાર્દિક BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ Aનો ભાગ છે, જેના માટે તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. આ સાથે તે ઘણી બ્રાન્ડને પ્રમોટ પણ કરે છે અને મોટી કમાણી કરે છે. નતાશા પહેલા હાર્દિકનું નામ ઘણી મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાઇ ચૂક્યુ છે. જો કે, હાર્દિકે આ તમામ વાતને નકારી કાઢી હતી. જણાવી દઇએ કે, હાર્દિક એક નાઈટ ક્લબમાં નતાશા સ્ટેનકોવિકને મળ્યો હતો.

ત્યારે નતાશાને ખબર નહોતી કે હાર્દિક એક ક્રિકેટર છે. આ વાત હાર્દિકે પોતે જ જણાવી હતી. તેણે કહ્યું હતું- નતાશાને ખબર નહોતી કે હું કોણ છું. અમે એકબીજા સાથે વાત કરી અને ધીરે ધીરે નજીક આવ્યા. હાર્દિકે કહ્યું- હું રાત્રે એક વાગ્યે કેપ, ગળામાં ચેન અને હાથમાં ઘડિયાળ પહેરીને બેઠો હતો. નતાશાએ વિચાર્યું કે તે કોઈ રેન્ડમ વ્યક્તિ છે.

આ સમય દરમિયાન જ વાતચીત શરૂ થઈ અને પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. હાર્દિક અને નતાશા ઘણી પાર્ટીઓમાં સાથે દેખાવા લાગ્યા હતા. જો કે, 2020 પહેલા બંનેએ ક્યારેય તેમના સંબંધોનો ખુલ્લેઆમ ખુલાસો કર્યો ન હતો. હાર્દિકને લાગ્યું કે નતાશા યોગ્ય વ્યક્તિ છે જેની સાથે તે આખી જિંદગી વિતાવી શકે છે. આ પછી હાર્દિકે નતાશાનો પરિચય તેના પરિવાર સાથે કરાવ્યો.

એક વર્ષમાં જ હાર્દિકે સંબંધો પર મહોર મારી દીધી. જો કે તેના માતા-પિતાને ખબર ન હતી કે તે સગાઈ કરવા જઈ રહ્યો છે. વર્ષ 2020માં હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર નતાશા સાથે સગાઈની જાહેરાત કરી. આ પછી હાર્દિકે એક પ્રાઇવેટ સેરેમનીમાં નતાશા સાથે લગ્ન કર્યા ને એ જ વર્ષે અગસ્ત્ય નામના પુત્રનું સ્વાગત કર્યુ.

Shah Jina