ડાયરેક્ટરના કટ કહી દીધા બાદ પણ ઇમરાન હાશમીને કિસ કરતી રહી હતી નરગિસ ફખરી- જુઓ તસતસતા ચુંબનનો વીડિયો

ડાયરેક્ટરના સીન માટે કટ બોલ્યા બાદ પણ ઇમરાન હાશમીને કિસ કરી રહી હતી નરગિસ ફખરી, સીરિયલ કિસર થયા પાણી-પાણી, વીડિયો વાયરલ

જો તમે ગૂગલ પર સીરીયલ કિસર સર્ચ કરશો તો તમને ઈમરાન હાશ્મી નજર આવશે. ઈમરાનને આ ટેગ મજાકમાં મળ્યો હતો અને પાછળથી તેનું નિકનેમ બની ગયું. ઈમરાન હાશ્મીએ ફિલ્મોમાં ઘણી અભિનેત્રીઓને કિસ કરી છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક એક્ટ્રેસે તેને એવી કિસ કરી કે તે દંગ રહી ગયો હતો. આ વીડિયોમાં અભિનેત્રી નરગિસ ફખરી જોવા મળી રહી છે. બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફખરીએ તેની પહેલી જ ફિલ્મ ‘રોકસ્ટાર’થી એવી એન્ટ્રી કરી કે તેની સુંદરતા અને અભિનયથી કોઈ આકર્ષાયા વગર રહી શક્યું નહીં. તેનો આ વીડિયો તેની ફિલ્મ ‘અઝહર’ના ‘બોલ દો ના જરા’ ગીતનો છે.

આ ગીતમાં ઇમરાન અને નરગિસનો કિસિંગ સીન શુટ કરવામાં આવી રહ્યો હોય છે અને ત્યારે ડાયરેક્ટરના કટ બાદ પણ નરગીસ ફખરી ઈમરાન હાશ્મીને કિસ કરતી રહે છે. આ પછી આખું યુનિટ જોરથી હસવા લાગે છે. ભારતીય ક્રિકેટર અઝહરુદ્દીન અને સંગીતા બિજલાનીની વાર્તા પર આધારિત ફિલ્મ ‘અઝહર’નું ગીત બોલ દો ના જરા લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ જ ગીતનો એક કિસિંગ સીનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ બાબતો બતાવવામાં આવી છે. ક્લિપમાં કિસિંગ સીનનું શૂટ બતાવવામાં આવ્યું છે. નરગીસ ઈમરાનના ગળામાં હાથ મૂકે છે અને આ પછી ઈમરાન હાશ્મી મજાકમાં કહે છે, જો એવું નહીં થાય તો અમે કરતા રહીશું. આ પછી તે બંને લિપલોક કરે છે અને ડિરેક્ટર સીન પર કટ બોલે છે. ડિરેક્ટરન કટ બોલવા છત્તાં નરગીસ ઈમરાન હાશ્મીને ખૂબ જ ટાઇટ પકડી અને કિસ કરતી રહે છે. ઈમરાન બ્લશ કરે છે અને તેના હોઠ પર નરગીસની લિપસ્ટિક લાગી જાય છે. તે બધાને ઈમરાનના હોઠ બતાવે છે અને બધા હસવા લાગે છે.

તમને જણાવી દઈએ કે નરગીસ હવે બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળતી નથી. હવે તે વિદેશમાં પોતાનું જીવન વિતાવી રહી છે. અભિનેત્રીએ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘રોકસ્ટાર’માં ડેબ્યૂ કર્યા બાદ, તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘હાઉસફુલ’ પણ કરી હતી, તે જોન અબ્રાહમની ફિલ્મ ‘મદ્રાસ કેફે’માં પણ જોવા મળી હતી પરંતુ હવે તે લાંબા સમયથી કોઈપણ ફિલ્મનો ભાગ બની નથી.

 

View this post on Instagram

 

A post shared by dukh_x_100 (@dukh_x_100)

Shah Jina