રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, દિવાળી જેવો સર્જાયો માહોલ, જુઓ ડ્રોન દ્વારા લેવામાં આવેલા વીડિયો

ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક ધમાકેદાર મુકાબલો યોજાયો હતો, આ મેચ જોવા માટે ક્રિકેટ રસિયાઓની ભારે ભીડ જામી હતી અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખ કરતા પણ વધારે લોકો હાજર રહ્યા હતા અને મેચનો ભરપૂર આનંદ માણ્યો હતો.

ગઈકાલે આઇપીએલની ફાઇનલ મેચ અને આ વર્ષના આઇપીએલનો સમાપન સમારોહ હોવાના કારણે રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં બોલીવુડના દિગ્ગજ ગાયક અને સંગીતકાર એઆર રહેમાન અને અભિનેતા રણવીર સિંહે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું, આ ઉપરાંત મેચ જોવા માટે આમિર ખાન અને અક્ષય કુમાર સહિત બોલીવુડની ઘણી બધી હસ્તિઓ હાજર રહી હતી.

ત્યારે દર્શકોથી ખચોખચ ભરાયેલા સ્ટેડિયમનો નજારો પણ જોવા જેવો હતો, રાત્રિના અંધારામાં સ્ટેડિયમ સુંદર રોશનીથી ઝગમગી રહ્યું હતું, આ સાથે જ રંગબેરંગી લાઈટથી ઝળહળતા સ્ટેડિયમનો નજારો પણ જોવા લાયલ હતો. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ફાઈનલ માટે BCCIએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. ગઈકાલની મેચમાં તે રેકોર્ડ બની ગયો છે જે અત્યાર સુધી સફેદ બોલ ક્રિકેટમાં ક્યારેય બન્યો નથી. IPL 2022ની ફાઇનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ ચાર હજાર, 859 લોકો હાજર હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આઈપીએલના જ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે. ગુજરાત ટાઈટન્સની ટીમ ગુજરાતના અમદાવાદમાં ફાઈનલમાં રમી રહી હોય ત્યારે દર્શકો માટે આઈપીએલની મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવું એ કોઈ મોટી વાત નથી. પરંતુ દર્શકોના ભારે ઉત્સાહ વચ્ચે મેદાનનો નજારો જ કંઈક જુદો હતો.

મેદાનની અંદર બેઠેલા પ્રેક્ષકોએ જયારે ચાલુ મેચ દરમિયાન લાઈટો બંધ કરવામાં આવી હતી ત્યારે પોતાના મોબાઈલમાં ફ્લેશ લાઈટ ઓન કરી હતી અને તે સમયનો નજારો પણ જોવા જેવો હતો, જયારે ગુજરાત ટાઇટન્સ વિજેતા બની ત્યારે પણ મેદાનમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો, આતીશ બાજી અને રંગબેરંગી લાઈટથી આખું જ સ્ટેડિયમ ઝગમગાટ થતું જોવા મળ્યું હતું.

Niraj Patel