ઈશ્કબાઝ ફેમ નકુલ મહેતા બન્યા પિતા, દેખાડી દીકરાની પહેલી ઝલક
ઈશ્કબાઝ ફેમ નકુલ મહેતાની પત્નિ જાનકી પારેખે હાલમાં જ દીકરાને જન્મ આપ્યો છે. નકુલ મહેતાએ પિતા બનવાની ખુશી શેર કરી છે.
તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર દીકરાની પહેલી તસવીર શેર કરી છે.
View this post on Instagram
આ તસવીરમાં તેઓ બાળકનો હાથ પકડતા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા નકુલે લખ્યુ છે કે, 3 ફેબ્રુઆરી 2021, આ અમે છીએ… નકુલની આ તસવીરો પણ લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને તેને શુભકામનાઓ પણ આપી રહ્યા છે.
ટીવી અભિનેતા નકુલ મહેતાએ તેમની બાળપણની મિત્ર જાનકી સાથે 2012માં લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ બાદ જાનકીએ 2020માં પ્રેગ્નેટ થયાની ખબર પણ શેર કરી હતી.
પ્રેગ્નેંસી દરમિયાન નકુલની પત્નિ જાનકીના ઘણા ફોટોઝ વાયરલ થયા હતા. તેણે બેબી બમ્પની પણ ઘણી તસવીરો શેર કરી હતી.