સાત જન્મો માટે એકબીજાના થઇ ગયું સાઉથનું ક્યૂટ કપલ, લગ્નની તસવીરો સામે આવતા જ શુભકામનાઓનો લાગ્યો જમાવડો, જુઓ તસવીરો

લેડી લવ સાથે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયો સાઉથનો આ ફેમસ હીરો, સાડીમાં ખુબ જ સુંદર દેખાઈ દુલ્હન અનુષા શેટ્ટી

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસો સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, મનોરંજન જગતમાંથી પણ હવે લગ્નની ખબરો સામે આવવા લાગી છે ત્યારે હાલ એક ખબરે દર્શકોને ખુશ કરી દીધા છે. સાઉથના જાણીતા અભિનેતા નાગા શૌર્યએ તેની પ્રેમિકા અનુષા શેટ્ટી સાથે બેંગલુરુમાં સાત ફેરા લઇ લીધા છે અને હાલ તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

આ સ્ટાર કપલે ગાર્ડન સીટી બેંગલુરુમાં પોતાના લગ્નના બધા જ રિવાજો પૂર્ણ કર્યા. આ દરમિયાન પરિવારના લોકો, મિત્રો અને સંબંધીઓએ હાજરી આપીને આ નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા. સામે આવેલી તસ્વીરોમાં નાગા અને અનુષા પારંપરિક પરિધાનમાં ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે આ ખબર સામે આવતા જ ચાહકો પણ તેમને મોટી સંખ્યામાં શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ચાહકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ પણ આ સ્ટાર કપલને શુભકામનાઓ પાઠવી છે.આ કપલે રવિવારના રોજ બેંગલુરુની એક હોટલમાં સાત ફેરા લીધા અને સાત જન્મના બંધનમાં બંધાઈ ગયા. તમને જણાવી દઈએ કે અનુષા એક ઇન્ટરિયર ડિઝાઈનર છે. પોતાના લગ્નના ખાસ પ્રસંગે તેણે લાલ રંગની કાંજીવરમ સાડી પહેરી હતી. તેની સાથે નેકલેસ, ઇયરિંગ, નથ જેવા પારંપરિક આભૂષણો પણ તેને પહેર્યા હતા. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

તો વાત કરીએ નાગા શૌર્યની તો તેને સફેદ રંગનો કુર્તો અને પ્રપ્રિક ધોતી પહેરી હતી. આ સિમ્પલ લુક નાગાને ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.આ કપલનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન 19 નવેમ્બરના રોજ થયું હતું,. જેમાં મહેંદી અને કોકટેલ પાર્ટી પણ કરવામાં આવી હતી. હાલ તેમના લગ્ન અને પ્રિ વેડિંગની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. નાગાને હાલમાં જ :કૃષ્ણા વૃંદા વિહારી”માં જોવામાં આવ્યો હતો.

Niraj Patel