મહીસાગરમાં ચમત્કાર: કડાણા ડેમની જળ સપાટી ઓછી થતા ખુલ્યા ગુફાના દ્વાર, દેખાયું 850 વર્ષ જૂનું શિવ મંદિર, ભક્તોમાં જાગ્યો ઉત્સાહ

850 વર્ષ જૂનું મંદિર દેખાયું: નદીનાગ મહાદેવનાં દર્શન શરૂ…લોકોના ટોળાંના ટોળાં ઉમટી પડ્યા- જુઓ સુંદર નઝારો

આપણ દેશની અંદર ઘણી એવી જગ્યાઓ છે જ્યાંનું ધાર્મિક મહત્વ દુનિયાભરમાં પ્રચલિત છે. આજે પણ આપણા દેશના ઘણા વિસ્તારોની અંદર એવી એવી પૌરાણિક વસ્તુઓ મળી આવે છે જે કુતુહલ જન્માવે છે. આજે પણ ઘણી જગ્યાએ ખોદકામ દરમિયાન ઘણા મંદિરો અને પ્રાચીન મૂર્તિઓ મળી આવતી હોવાનું ઘટનાઓ સામે આવે છે ત્યારે હાલ એવો જ એક ચમત્કાર મહીસાગર જિલ્લાના કડાણામાંથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહતી અનુસાર મહીસાગર જિલ્લાના કડાણામાં જયારે ડેમ બનાવવામાં આવ્યો હતો ત્યારે આસપાસના અનેક સ્થળો પાણીની નીચે ડૂબી ગયા હતા. પરંતુ જયારે પાણીની સપાટી નીચી જતી હોય છે ત્યારે આવા સ્થળો બાહર આવતા હોય છે. હાલ મહીસાગર નદીની સપાટી કડાણા ડેમની અંદર નીચે આવતા એક ગુફા દેખાઈ હતી જેમાં 850 વર્ષ જૂનું મહાદેવનું મંદિર સામે આવ્યું છે.

કડાણા ડેમની વચ્ચે આવેલી ગુફામાં નદીનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે ડેમના નિર્માણ દરમિયાન ડુબાણમાં ગયું હતું. એ ચાલુ વર્ષે પણ ડેમની જળ સપાટી નીચી જતાં આ નદીનાથ મહાદેવ મંદિરનાં દ્વાર ખુલ્લાં થતાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યા હોવાનું જોવા મળ્યું હતું.

લોકવાયકા મુજબ, કડાણા ડેમના નિર્માણ પહેલાં અહીં મહિપૂનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા, પરંતુ ત્યાર બાદ ડેમનું નિર્માણ થતાં ગુફામાં આવેલા ભેકોટલિયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડુબાણમાં જતાં આઠસો પચાસ વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું અને આ વર્ષે ફરી એક વાર ખૂલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે કડાણા જળાશયમાંથી ગુજરાત રાજ્યના 9 જિલ્લા માટે સિંચાઈના પાણીથી લઈને 156 ગામને પીવાના પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ વરસાદ ઓછો હોવાને કારણે પાણીની સપાટી ફરી નીચી આવી છે. જેથી ડૂબાણમાં ગયેલુ મંદિર બહાર આવ્યું હતું.

Niraj Patel