₹15 થી ₹19,000 પાર… : હિટાચી એનર્જી ઇન્ડિયાએ બનાવ્યો મલ્ટીબેગર ઇતિહાસ, 1 લાખના રોકાણના 5 વર્ષમાં બનાવી દીધા 12 કરોડ
શેરબજારમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે ભૂ-રાજકીય તણાવ ચરમસીમાએ હોય છે. આવી સ્થિતિમાં, રોકાણકારોએ કોઈ શેર પર દાવ લગાવતા પહેલા યોગ્ય તપાસ કરવી જોઈએ. આજે અમે તમને એવા શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે રોકાણકારોનું નસીબ બદલી નાખ્યું. અહીં અમે હિટાચી એનર્જી ઈન્ડિયાના શેર વિશે વાત કરી રહ્યા છીએ, જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર વળતર આપ્યું છે.હિટાચી એનર્જી ઈન્ડિયાના શેરની કિંમત 2020 માં માત્ર 15 રૂપિયા હતી અને હવે તે NSE પર 19,030 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

પાંચ વર્ષ પહેલાં જો કોઇએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હશે તો તે વધીને 12.60 કરોડ રૂપિયા થઈ ગયું. છેલ્લા પાંચ વર્ષમાં, શેર 1,24,608.61 ટકા વધ્યો છે જ્યારે છેલ્લા છ મહિનામાં તેમાં 48.10 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક વર્ષમાં કંપનીનો શેર 64.65 ટકા સુધી ઉછળ્યો છે. સોમવારે ટ્રેડિંગ સત્ર દરમિયાન મલ્ટિબેગર પેની સ્ટોક હિટાચી એનર્જી ઇન્ડિયાના શેર 18,875 પર સ્થિર ટ્રેડિંગ કરી રહ્યા હતા. 30 જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટર દરમિયાન, હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડનો ચોખ્ખો નફો 1,163 ટકા વધીને 131.6 કરોડ થયો.

જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં, કંપનીનો ચોખ્ખો નફો રૂ. 10.42 કરોડ હતો. કંપનીની ઓપરેશનલ આવક 11.4 ટકા વધીને 1,479 કરોડ થઈ છે જે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 1,327 કરોડ હતી, જે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ઓર્ડર સમયસર પૂર્ણ થવાને કારણે થઈ છે. ઓપરેશનલ સ્તરે, આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં EBITDA 224 ટકા વધીને 155 કરોડ થયું છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે 47.9 કરોડ હતું. પ્રથમ ક્વાર્ટર માટે EBITDA માર્જિન 10.5 ટકા રહ્યું છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 3.6 ટકા વધારે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના ન્યુઝ અથવા પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)