અમેરિકાના સાઉથ કેરોલીનામાં ગુજરાતી કિરણ પટેલ સ્ટોરને લૂટેરાંએ ગોળી ધરબી દીધી, દર્દનાક મોત, હિસાબ કરતા હતા અને…

અમેરિકાની એક દુકાનમાં ફરીથી એક દુર્ઘટના બની છે, જેમાં એક ભારતીય મહિલાનું મૃત્યુ થયું છે. લૂંટની ઘટનામાં મહિલાની હ** કરાઈ છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલા મૂળ ગુજરાતની છે અને તેઓ બે દાયકાથી વધુ સમયથી અમેરિકામાં રહેતા હતા. આ અગાઉ અમેરિકાના ડલ્લાસમાં મૂળ ગુજરાતી મોટેલ માલિકની મોટેલ ભાડે ચલાવતા ભારતીય મૂળના નાગમલ્લૈયાની હ**નો કેસ ચર્ચામાં આવ્યો હતો, જેના એક સપ્તાહમાં આ બીજી ઘટના બની છે.

આ વખતે અમેરિકાના દક્ષિણપૂર્વમાં સ્થિત સાઉથ કેરોલીનામાં ઘટના બની છે, જેમાં એક વ્યક્તિ ગેસ સ્ટેશનની દુકાનમાં પ્રવેશ કરે છે અને પછી અચાનક મહિલા પર હુમલો કરે છે. આ દરમિયાન મહિલા બચીને ભાગવાની કોશિશ કરે છે પરંતુ તેનું ભાગ્ય સાથ નથી આપતું. હુમલાખોર મહિલાનો જીવ લેવા છોડતો નથી.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સિંગલાવ ગામની કિરણબેન પટેલની અમેરિકામાં હ** થઈ છે. આ મહિલા જ્યારે રાત્રીના સમયે દુકાનમાં હતી ત્યારે તેના પર આક્રમણ કરવામાં આવ્યું હતું. એક વ્યક્તિ ચહેરો ઢાંકીને લૂંટના ઉદ્દેશ્યથી દુકાનમાં આવે છે અને અચાનક હુમલો કરે છે. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં સાફ દેખાય છે કે વ્યક્તિ બંદૂક બતાવીને મહિલા પર આક્રમણ શરૂ કરે છે.

આ ઘટના અમેરિકાના સ્થાનિક સમય અનુસાર 16 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 10:30 વાગ્યે બની હતી, જ્યારે કિરણબેન પટેલ ગ્રોસરી અને જનરલ સ્ટોરના કાઉન્ટર પાસે ઊભા હતા. કિરણબેન પૈસાની ગણતરી કરી રહ્યા હતા ત્યારે એક માણસ દુકાનમાં પ્રવેશ કરે છે, આ માણસે પોતાની ઓળખ છૂપાવવા માટે ચહેરો ઢાંક્યો હતો. આ વ્યક્તિ અંદર આવીને મહિલાને હથિયાર બતાવીને ભયભીત કરવાનું શરૂ કરે છે.

દુકાનમાં પ્રવેશ કરેલો વ્યક્તિ કિરણબેનને કહે છે કે તમે જાણો છો, જેના જવાબમાં કિરણબેન કહે છે કે હા. પછી જેવો તે વ્યક્તિ આગળ વધે છે તો કિરણબેન તેને ઓકે ઓકે ઓકે કહે છે અને તેમની પાસેની પ્રથમ વસ્તુથી તેને મારવાનો પ્રયાસ કરે છે. આ જોઈને લૂંટના હેતુથી આવેલો વ્યક્તિ ગોળીબાર શરૂ કરી દે છે. જોકે કિરણબેન આ દરમિયાન દુકાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ થાય છે પરંતુ આક્રમણકારી તેમનો પીછો કરે છે.

જ્યારે કિરણબેન દુકાનમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થાન તરફ જવાનો પ્રયાસ કરે છે ત્યારે ગેસ પંપ પાસેના ખુલ્લા વિસ્તારમાં તે ગોળીબાર ચાલુ જ રાખે છે જેમાંથી એક ગોળી કિરણબેનને વાગતાં તેઓ જમીન પર પડી જાય છે. આ પછી વ્યક્તિ ફરીથી દુકાનની અંદર જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. પરંતુ તેને લાગે છે કે જે મહિલા પર હુમલો કર્યો છે તે હજુ જીવિત છે, તેથી તે પાછો જ્યાં કિરણબેન પડ્યા છે ત્યાં જાય છે અને તેમના માથામાં ગોળી મારે છે.

કિરણબેન બે દાયકાથી વધુ સમય એટલે કે 23 વર્ષથી અમેરિકામાં વસવાટ કરતા હતા અને તેમના લગ્ન પેટલાદના આસી ગામે થયેલા હતા. તેઓ સાઉથ કેરોલીનામાં સ્થિત ગ્રોસરી અને જનરલ સ્ટોરમાં નોકરી કરતા હતા. કિરણબેનનો જન્મ 1976માં થયેલો હતો. તેમની અંતિમ યાત્રા અમેરિકામાં જ કરવામાં આવી છે.

આ ઘટના યુનિયન કાઉન્ટીમાં 24 કલાકમાં બનેલી બીજી હ** છે, જેથી સ્થાનિક નાગરિકોમાં મોટો ડર અને ગુસ્સો ફેલાયો છે. અમેરિકામાં રહેતા ગુજરાતી કોમમાં પણ આ સમાચારથી દુઃખની લાગણી છવાઈ ગઈ છે. અનેકોએ સોશિયલ મીડિયા પર કિરણબેનને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના કુટુંબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. કિરણબેનને બે બાળકો છે, જેમાં દીકરો યુકેમાં અને દીકરી કેનેડામાં રહે છે. કિરણબેનના અંતિમ સંસ્કાર શુક્રવારે, 20 સપ્ટેમ્બરના દિવસે સવારે 11 વાગ્યે અમેરિકામાં કરવામાં આવશે. આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર પરદેશમાં વસતા ભારતીયોની સલામતી અંગે ચિંતા ઊભી કરી છે.

Previous Article

અમેરિકામાં અનોખો કિસ્સો: મા-દીકરી બંનેનો પ્રેમ એકજ માણસ સાથે, હવે બનશે એકબીજાની સાવકી પત્ની

Next Article

15 રૂપિયાનો શેર આજે 19000 પાર...રોકાણકારોના 1 લાખના બનાવી દીધા 12.60 કરોડ

error: Unable To Copy Protected Content!