મુખ્તાર અંસારીનું મોત શેના કારણે થયુ ? પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સામે આવ્યુ કારણ

 

ગેંગસ્ટર અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનને કારણે તેને હાર્ટ એટેક આવ્યો અને તેણે જીવ ગુમાવ્યો. બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તાર અંસારીનું અવસાન થયું હતુ. હોસ્પિટલે મેડિકલ બુલેટિન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે મુખ્તારના મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યુ હતું. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનને હિન્દીની સામાન્ય બોલચાલની ભાષામાં હાર્ટ એટેક કહેવામાં આવે છે.

જેમાં હૃદયની માંસપેશિયોમાં થવાવાળા લોહીની આપૂર્તિ ગંભીર રૂપથી ઓછી જાય છે અથવા તો તેમાં અવરોધ પેદા થાય છે. જો દર્દીની નસ અથવા ધમનીમાં લોહી ગંઠાઈ જાય છે, તો રક્ત પુરવઠો ખોરવાઈ જાય છે, જેના કારણે હૃદયના સ્નાયુઓને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં હૃદયની માંસપેશિયોની કોશિકાઓ ખત્મ થવા લાગે છે, જેનાથી દિલને સ્થાયી રૂપથી નુકશાન પહોંચે છે. જે કારણે હાર્ટ એટેક આવે છે.

જણાવી દઇએ કે, મુખ્તારના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેને જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું. તેમજ AIIMSના તબીબોની દેખરેખમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ આવું ન થયું. જેલ સત્તાવાળાઓએ પરિવારના આ આરોપને નકારી કાઢ્યા હતા. આજતકના રીપોર્ટ અનુસાર, મુખ્તાર અંસારી હાર્ટ એટેકનો દર્દી હતો જ્યારથી તેને 2021માં પંજાબની રોપર જેલમાંથી બાંદા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ રોપર જેલમાંથી બાંદા જેલમાં આવ્યા બાદ જેલ પ્રશાસનના બે ડોક્ટરોની ટીમ દરરોજ તેની તપાસ કરતી હતી.

આ સિવાય તે જેલની બહાર 84 વખત મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. પંજાબની રોપર જેલમાંથી બાંદા જેલમાં ખસેડાયા બાદ 6 એપ્રિલ 2021ના રોજ રૂપનગરના ડોક્ટરે પત્ર લખ્યો હતો કે મુખ્તાર ડાયાબિટીસ મેલિટસ, હાઈ બ્લડ પ્રેશર, કોરોનરી હાર્ટ રોય (CHD), રેડિક્યુલોપેથી, PIVD/LS/S-1 જેવા રોગોથી પીડાતો હતો. તેની કરોડરજ્જુ અને ડાબા પગના નીચેના ભાગમાં દુખાવો અને ડિપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી.

Shah Jina