પૌત્રીના સ્વાગતમાં મુકેશ અંબાણીએ કરી દીધો ફુગ્ગાનો ઢગલો, 32 લગ્ઝરી ગાડીઓના કાફલા સાથે ઘરે આવ્યા આકાશ-શ્લોકા, દાદીના ખોળામાં જોવા મળી આકાશ-શ્લોકાની લાડલી દીકરી
Mukesh Ambani granddaughter : અંબાણી પરિવારમાં હાલમાં ખુશીઓનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પૌત્ર પૃથ્વી અંબાણી બાદ હવે એક પૌત્રીના દાદા-દાદી બની ગયા છે. મુકેશ-નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ 31 મેના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો, જેના પછી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. પુત્રીને જન્મ આપ્યા બાદ શ્લોકાને હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે અને તે તેની દીકરી સાથે ઘરે આવી ગઈ છે.
ત્યારે અંબાણી પરિવાર અને મહેતા પરિવાર નવા મહેમાનને આવકારવામાં કોઈ કસર છોડવા માંગતા નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લક્ષ્મીના ઘરે આગમનની ખુશી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે અંબાણી અને મહેતા પરિવાર ખૂબ જ ધામધૂમથી ઘરમાં નવા મહેમાનની એન્ટ્રી કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં બલૂન અને ડેકોરેશનની વસ્તુઓને કારમાંથી બહાર કાઢીને બંગલાની અંદર લઈ જવામાં આવી રહી છે. વિવિધ પ્રકારના બલૂન અને ડેકોરેશન માટે સામાન વીડિયોમાં જોઇ શકાય છે. આ જોઇને કહી શકાય કે આકાશ અને શ્લોકાની લાડલીનું સ્વાગત ખૂબ જ ભવ્ય થયુ. વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેના પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે જ લોકો આ વીડિયોને જોરદાર લાઈક અને શેર પણ કર્યો.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, “આ લોકો પણ અમારી જેમ ફુગ્ગા લાવે છે, મને લાગ્યું કે અમીર લોકો કંઈક બીજું કરતા હશે”. ત્યાં સોશિયલ મીડિયા પર એક અન્ય વીડિયો સામે આવ્યો છે, જેમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતા વાહનોના કાફલા સાથે હોસ્પિટલથી ઘરે જતા જોવા મળે છે. આ કાફલામાં એકથી વધુ લક્ઝરી વાહનો છે. ત્યાં કેટલાક યુઝર એવું કહેતા જોવા મળે છે કે આ કાફલામાં કુલ 32 વાહનો છે, જે તેમણે ગણ્યા છે.
આ ઉપરાંત મુકેશ અંબાણીની પૌત્રીની પ્રથમ ઝલક સામે આવી છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જે varindertchawla દ્વારા શેર કરવામાં આવી છે. જેમાં એક તસવીરમાં નીતા અંબાણી તેમની પ્રિય પૌત્રીને ખોળામાં લીધેલા જોવા મળી રહ્યા છે. આ સાથે મુકેશ અંબાણી અને આકાશ અંબાણી તેમજ શ્લોકા મહેતા પણ કારમાં બેઠેલા જોવા મળે છે. એવું કહેવાય છે કે આ ફોટો ઘરે જતા સમયનો છે.
જણાવી દઈએ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બીજી વખત પેરેન્ટ્સ બન્યા છે. આ પહેલા તેમને પૃથ્વી અંબાણી નામનો પુત્ર છે. પૃથ્વી હમણાં જ અઢી વર્ષનો થયો છે. પૃથ્વીનો જન્મ 10 ડિસેમ્બર, 2020ના રોજ થયો હતો. જણાવી દઈએ કે આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા. મુકેશ અને નીતા અંબાણીની પૌત્રીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.અંબાણી પરિવારની લાડકી દીકરીનું નામ જાણવા હવે દરેક લોકો ઉત્સુક છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે શ્લોકા મહેતા બીજી વખત પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે માર્ચ 2023માં NMACCના ઓપનિંગ વખતે તેણે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. અંબાણી પરિવારમાં પૌત્રીના સમાચાર સૌથી પહેલા ધનરાજ નથવાણીએ આપ્યા હતા. ધનરાજે ટ્વિટ કરીને લખ્યું- નાની રાજકુમારીના આગમન પર આકાશ અને શ્લોકા અંબાણીને ખૂબ ખૂબ અભિનંદન. આ અમૂલ્ય આશીર્વાદો તમારા જીવનમાં ઘણી ખુશીઓ અને પ્રેમ લાવે.
View this post on Instagram