શિવરાત્રિ પર મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવનો કર્યો રૂદ્રાભિષેક, 1.51 કરોડનું દાન કર્યું જુઓ

મહાશિવરાત્રિ પર આ અંબાણીએ સોમનાથમાં ખોલ્યો ખજાનો, કરોડો દાન કરીને કર્યું રૂદ્રાભિષેક, જુઓ ફોટા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારની ભગવાન પ્રત્યે આસ્થા અવાર નવાર જોવા મળે છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર સ્ટાઇલિશ હોવાની સાથે સાથે ઘણો ધાર્મિક છે અને અલગ અલગ અવસર પર તીર્થધામના પૂજન-દર્શનનો લ્હાવો લે છે અને દાન કરતા રહે છે. ત્યારે હાલમાં મહાશિવરાત્રિના અવસર પર તેમની ભગવાન શિવની આરાધના કરતી તસવીરો સામે આવી છે.

મુકેશ અંબાણી શનિવારના રોજ તેમના દીકરા આકાશ અંબાણી સાથે સોમનાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે દીકરા સાથે મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ ભગવાન શિવનો અભિષેક કર્યો અને પ્રાર્થના કરી. મંદિરના પૂજારીએ સમ્માન તરીકે તેમને ચંદનનો લેપ લગાવ્યો અને દુશાલા ઓઢાવી. મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત ટ્રસ્ટના અધ્યક્ષ પી.કે.લાહિડી અને સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇએ કર્યુ.

પૂજા બાદ મુકેશ અંબાણીએ સોમનાથ ટ્રસ્ટને 1.51 કરોડનું ભારે ભરખમ દાન પણ આપ્યુ. ભગવાન શિવ પ્રતિ ભરપૂર શ્રદ્ધા રાખનાર અંબાણી પરિવાર પોતાની પરંપરાઓ સાથે જોડાયેલો છે. આ પરિવાર બધા હિંદુ તહેવારોને ઉત્સાહ સાથે મનાવે છે. શનિવારે પણ જ્યારે પૂરો દેશ મહાશિવરાત્રિના રંગમાં રંગાયો હતો, ત્યારે અંબાણી પરિવારે પણ પૂજા અર્ચના કરી અને આ પવિત્ર અવસર પર મંદિરને મોટુ દાન પણ આપ્યુ. સોમનાથ મંદિરમાં પિતા-પુત્રની અલગ અલગ કેટલીક તસવીરો સામે આવી છે.

જેમાંથી એક તસવીરમાં પૂજારી તેમને ચંદનનો લેપ અને એક સ્ટોલ ભેટ કરતા દેખાય છે. લુકની વાત કરીએ તો, મુકેશ અંબાણી લાઇટ પિંક અને આકાશ અંબાણી બ્લૂ કુર્તામાં જોવા મળી રહ્યો છે. તસવીરો જોઇ લગભગ બધા જ લોકો તેમના વખાણ કરી રહ્યા છે. સોમનાથ મંદિર ગુજરાતમાં સ્થિત છે. આ અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે, જેને ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પહેલુ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે કર્યુ હતુ.

ઇતિહાસમાં ઘણીવાર આ મંદિરને તોડવામાં આવ્યુ અને પુનનિર્મિત કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મુકેશ અંબાણીએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર મંદિરનો દોરો કર્યો હતો. ત્યાં તેમણે 1.5 કરોડનો ચઢાવો ચઢાવ્યો હતો. તેમની સાથે તેમના દીકરા અનંતની મંગેતર રાધિકા મર્ચેંટ અને રિલાયન્સ રિટેલ લિમિટેડના ડાયરેક્ટર મનોજ મોદી પણ હતા.

Shah Jina