આ દિવસોમાં અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરમાં ખુશીનો માહોલ છે. તેમના નાના પુત્ર અનંત અંબાણી જલ્દી જ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. ત્યારે આ પહેલા અંબાણી પરિવાર દ્વારા ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ સેરેમનીમાં વિશ્વની ઘણી મોટી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. ત્યારે આ બધા વચ્ચે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે, જેમાં એક છોકરી મુકેશ અંબાણીના ખોળામાં રમતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, આ છોકરી બીજું કોઈ નહીં પણ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને આનંદ પિરામલની દીકરી આદિયા શક્તિ છે.
ઈશાએ વર્ષ 2022માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને તેણે દીકરીનું નામ આદિયા શક્તિ જ્યારે દીકરાનું નામ ક્રિષ્ના રાખ્યુુ હતું. તસવીરોમાં મુકેશ અંબાણીનું તેમની નાતિન આદિયા સાથેનું ક્યુટ બોન્ડિંગ જોવા મળી રહ્યુ છે.
આદિયાએ ટાઇગર પ્રિન્ટ સાથેનું ક્રીમ ફ્રોક પહેર્યું હતું, જ્યારે બિઝનેસ ટાયકૂન શર્ટ પર જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઇશાની પણ તસવીર વાયરલ થઇ હતી જેમાં તે તેના બે બાળકો સાથે પોઝ આપતી જોવા મળી હતી. ઈશાએ બ્લેક ગાઉનમાં તેના બાળકો સાથે મસ્તી ભરેલો પોઝ આપ્યો હતો.
ઈશા અંબાણી અને આનંદ પીરામલે વર્ષ 2022માં તેમના જોડિયા બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું. બંનેએ ગયા વર્ષે નવેમ્બરમાં તેમના ટ્વિન્સ બાળકોનો પહેલો જન્મદિવસ પણ ઉજવ્યો હતો જેમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.