મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે અને તે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી પરિવાર તેની વૈભવી જીવનશૈલી માટે જાણીતો છે. દિવાળીના આ તહેવાર નિમિત્તે મુકેશ અંબાણીએ રિલાયન્સના કર્મચારીઓને એક ખાસ દિવાળી ગિફ્ટ બોક્સ આપ્યું છે, જેમાં કાજુ, બદામ અને કિસમિસના પેકેટ છે. હાલમાં, રિલાયન્સ જીઓ ઈંફોકોમના એક સોફ્ટવેર ડેવલોપરે કંપનીની દિવાળી ગિફ્ટનો અનબોક્સિંગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આ ગિફ્ટ સફેદ બૉક્સમાં આવી છે જેમાં “હેપ્પી દિવાળી” અને “શુભ દિવાળી” લખેલું છે. આ સાથે બોક્સના ઢાંકણા પર ભગવાન ગણેશની મૂર્તિ પણ હતી. બોક્સની અંદર એક સફેદ પોટલી બેગ હતી, જે અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ રીટ્રીટ પ્રોજેક્ટથી પ્રેરિત “વંતારા” થીમ આધારિત હતી. આ પોટલીમાં કિસમિસ, કાજુ અને બદામ રાખવામાં આવ્યા હતા. મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને પરિવારના અન્ય સભ્યો એટલે કે આકાશ, શ્લોકા, ઈશા, આનંદ, અનંત, રાધિકા અને પરિવારના ચાર પૌત્રોએ પણ બોક્સની અંદર એક કાર્ડમાં તેમની શુભેચ્છાઓ આપી હતી.
ઈન્સ્ટાગ્રામ યુઝરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, Jio કંપની તરફથી દિવાળી ગિફ્ટ. આ વીડિયોને 1.6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. અંબાણી પરિવારની આ પહેલથી કર્મચારીઓમાં ખુશી અને ઉત્સાહ ફેલાયો છે. દિવાળીનો તહેવાર સામાન્ય રીતે પરિવાર, મિત્રો અને સહકર્મીઓ સાથે ઉજવવામાં આવે છે. આ સમયે ભેટ આપવાની પરંપરાનું ખૂબ મહત્વ છે. રિલાયન્સ દ્વારા આપવામાં આવેલી આ ભેટથી કર્મચારીઓના દિલમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ વધી ગયું છે.
View this post on Instagram