Ms dhoni in ambani function :ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નમાંથી એક બનવાના છે. આ લગ્નમાં અંદાજિત 1000 કરોડ જેટલો ખર્ચ થવાની આશંકા પણ રાખવામાં આવી રહી છે. ત્યારે લગ્ન પહેલા જામનગરમાં પ્રિ વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે 1 માર્ચથી શરૂ થયેલા કાર્યક્રમો 3 માર્ચ સુધી ચાલશે. આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાની ઘણી બધી મોટી મોટી હસ્તીઓ આવી છે. જેમાં બૉલીવુડ, હોલીવુડ, રમત ગમત, રાજકારણ અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો પણ આવી પોહોચ્યાં છે.
એરપોર્ટ પર તમામ સેલેબ્સનું ધમધુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના બાદ સૌને પ્રિ વેડિંગ વેન્યુ પર લઇ જવામાં આવ્યા. આ દરમિયાન એક વ્યક્તિએ બધી જ લાઇમ લાઈટ લૂંટી લીધી હતી અને એ હતો ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની. ધોની અને તેની પત્ની જ્યારથી જામનગર આવ્યા છે ત્યારેથી જ લાઇમ લાઇટમાં છવાયેલા છે.
ત્યારે અનંત અને રાધિકા મર્ચન્ટની પ્રિ વેડિંગ સેરેમનીના પહેલા દિવસે મહેન્દ્ર સિંહ ધોની બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. માહી વ્હાઇટ શર્ટ અને બ્લેક ગ્લેઝિંગ બ્લેઝરમાં જોવા મળ્યો હતો. આ સાથે તેને બ્લેક બો પણ કેરી કરી હતી. તો ધોનીની પત્ની સાક્ષી પણ કોઈ અભિનેત્રી કરતા જરા પણ કમ નહોતી લાગી રહી.
સાક્ષીએ પણ મહિના આઉટલુકને મેચ કરતો બ્લેક ડ્રેસ પહેર્યો હતો. ત્યારે આ જોડી પણ આ મહેફિલમાં છવાઈ ગઈ હતી. કૅપ્ટન કુલ અને તેની પત્નીનું ડ્રેસિંગ સેન્સ સૌ કોઈને આકર્ષિત કરી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે 3 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દુનિયાભરના દિગ્ગજો આવી પહોંચ્યા છે અને ઘણા કલાકારો પર્ફોમન્સ પણ આપવાના છે.