લૂંટેરી દુલહન: લગ્નના ત્રીજા જ દિવસે લાખોના દાગીના લઈને છત પરથી ફરાર થઇ દુલ્હન,પિતાએ જ કરાવી પોતાની દીકરી વિરૂદ્ધ ફરિયાદ

આ કન્યાથી સાવધાન :લગ્નના ત્રણ જ દિવસમા સાસરામાં કર્યો આ કાંડ, છોકરીના પિતા બોલ્યા- ‘ધરપકડ કરી લો તેની’, 6 લાખના દાગીના લઇને અગાસી પરથી જ..

મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાથી એક હેરાન કરી દે તેવો મામલો સામે આવ્યો છે. લગ્નના ત્રણ દિવસ બાદ જ દુલ્હન લાખોના દાગીના લઇ છત પરથી કૂદી ફરાર થઇ ગઇ. રાત્રે જયારે બધા ઊંઘમાં હતા ત્યારે મહિલાએ આ કારસ્તાન કર્યુ. આ ઘટના મુરૈના જિલ્લાના ખેરિયા ગામથી સામે આવી છે. જયાં જયોતિ નામની એક દુલ્હન સાસરાવાળાના બધા જ દાગીના લઇ ફરાર થઇ ગઇ.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત તપાસીએ તો, 24 વર્ષના સુરજીતના લગ્ન તુસ્સીપુરામાં રહેનાર રામવીર માહૌરની દીકરી જયોતિ સાથે 8 મે 2021ના રોજ થયા હતા. લગ્ન દરમિયાન છોકરી ઘણી ખુશ હતી. બંને ઘરોમાં ખુશીનો માહોલ હતો, લગ્ન બાદ તે તેના સાસરે ગઇ અને પછી પગફેરાની રસમ માટે તે ઘરે ગઇ તે બાદ તે 10મેના રોજ સાસરે આવી અને ત્રણ દિવસ તેણે સાસરે ખુશીથી વીતાવ્યા અને પતિ તેમજ સાસરાવાળા સાથે રહી.

13મેના રોજ રાત્રે ખાવાનું ખાઇ લીધા બાદ જયોતિ ઘરમાં બનેલ અલગ રૂમમાં સૂઇ ગઇ અને સવારે જયારે જયોતિને ઉઠાવવા માટે તેના સાસરાવાળા ગયા તો તે રૂમમાં હતી નહિ, પરિવારના લોકોએ જયોતિને આસપાસ શોધી પરંતુ તે કયાંય મળી નહિ. જયારે તેમણે તેમની વહુના દાગીના તપાસ્યા તો તે પણ ગાયબ હતા. આ દાગીનાની કિંમત લગભગ 6 લાખ રૂપિયા હતી. દાગીના ગાયબ થવા પર તે લોકો સમજી ગયા કે તે ઘરેથી ભાગી ગઇ છે.

પ્રતિકાત્મક તસવીર

જયોતિના સાસરાવાળા તેના પિયર પહોંચ્યા તો તોના પિતાએ કહ્યુ કે, મને ખબર નથી કે મારી દીકરી કયાં છે. તમે ઇચ્છો તો તેની ફરિયાદ પોલિસમાં કરાવી શકો છો અને તેની ધરપકડ પણ કરાવી લો. જો કે, બાદમાં છોકરીના પિતા તેમના સંબંધી અને જમાઇ સાથે પોલિસ સ્ટેશન પહોંચ્યા અને જયોતિ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો.

Shah Jina