કારના ડ્રાઈવરે ચાલુ ટ્રકની નીચેથી કાઢી નાખી આખી કાર, જોનારની આંખો પણ થઇ ગઈ ચાર, મચી ગયો હાહાકાર…જુઓ વીડિયો

આ હેવી ડ્રાઈવરનો સ્ટન્ટ જોઈને કોમેન્ટેટર આકાશ ચોપરા પણ રહી ગયા હક્કાબક્કા, વીડિયોએ ઉડાવ્યા સૌના હોંશ.. તમે પણ જુઓ

દુનિયાભરમાં ઘણીવાર કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે તેના વીડિયો સામે આવતા જ ચકચારી મચી જતી હોય છે. તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોની અંદર ઘણા લોકોને દિલ ધડક સ્ટન્ટ કરતા જોયા હશે.  જેને જોઈને ક્ષણવાર માટે એવું લાગે કે આ વ્યક્તિ જીવતો નહિ બચે પણ એ મોતના મુખમાંથી પણ બહાર આવી જતો હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ હેવી ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે એવું કારનામુ કર્યું છે તેને જોઈને તમારું મોઢું પણ ક્ષણવાર માટે તો પહોળું થઇ જશે. આ વીડિયો આકાશ ચોપરાએ ટ્વિટર પર શેર કર્યો છે. આમાં તેણે લખ્યું છે કે ભગવાન તમે આ કેવી રીતે કરો છો. જેમાં જોવા મળે છે કે એક ટ્રક રોડ પર ઝડપથી જઈ રહી છે અને આ દરમિયાન એક નાની કાર પણ ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહી છે. પરંતુ થોડી જ વારમાં તે કાર ટ્રકની નીચે આવી જાય છે અને નીચેથી નીકળીને બીજી બાજુ આવે છે.

કદાચ વિશ્વાસ ન આવે પણ એ વાત સાચી છે કે આ રીતે કાર નીકળી. ટ્રકની નીચેથી આવેલા વીડિયોની બીજી બાજુ આકાશ ચોપરા આ પ્રકારનું કામ કરતા જોવા મળે છે અને તેણે કહ્યું કે એક નાની તિરાડ પડી હતી અને કાર બહાર નીકળી ગઈ હતી. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ લોકોએ તેના પર ફની રિએક્શન આપવાનું શરૂ કરી દીધું હતું.

ફની રિએક્શન આપતા એક યુઝરે લખ્યું કે આકાશ ચોપરાની કોમેન્ટરી દરેક જગ્યાએ ફિટ બેસે છે. તો ત્યાં કેટલાક લોકો મજા કરવા લાગ્યા અને લખ્યું કે દરેક જગ્યાએ ટિપ્પણી કરવી યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે આકાશ ચોપરા ભૂતપૂર્વ ક્રિકેટર છે અને હાલમાં તે ક્રિકેટ મેચ પર કોમેન્ટ્રી કરતો જોવા મળે છે. લોકો તેની કોમેન્ટ્રી વિશે ઘણી વાતો કરે છે.

Niraj Patel