ખિસકોલીનો શિકાર કરી રહ્યો હતો પહાડી સિંહ, તેને ટોમ એન્ડ જેરીની જેમ દોડાવ્યો, વીડિયો તમને પણ હેરાન કરી દેશે

સોશિયલ મીડિયામાં શિકારના ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. શિકારી જયારે શિકાર પાછળ ભાગે છે ત્યારે તે  પોતાનો જીવ બચાવવા માટેને તમામ પ્રયત્નો કરતું હોય છે. ઘણીવાર તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહે છે તો ઘણીવાર શિકારીનો ભોગ પણ બની જતું હોય છે, આવી ઘટનાઓના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક શિકારનો એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમને પણ ટોમ એન્ડ જેરી કાર્ટૂનની યાદ ચોક્કસ આવી જશે. આ વીડિયોની અંદર એક પહાડી સિંહ એક ખિસકોલીનો શિકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો ખિસકોલી પણ તેની પુરી ચાલાકી વાપરી રહી છે.

થોડીવાર તો આ વીડિયોને જોઈને આપણને એવું જ લાગે કે પહાડી સિંહ આ ખિસકોલીને પકડી જ નહિ શકે, પરંતુ આ શિકારી સિંહ પણ કોઈનાથી કમ નહોતો, તેને પણ આ ખિસકોલીને પોતાનો શિકાર બનાવવા માટે પોતાની બધી જ મહેનત અને ચાલાકી લગાવી દીધી.

વાયરલ થયેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે પહાડી સિંહ એક ઝાડ ઉપર ચઢેલો છે, અને ખિસકોલી પણ એ જ ઝાડ ઉપર છે. સિંહ તેને પકડવા માટે ઝાડ ઉપર ગોળ ગોળ ફરે છે તો ખિસકોલી પણ તેને ચકમો આપી રહી છે. પરંતુ છેલ્લે જયારે સિંહ નીચે કુદે છે અને બધી જ મહેનત અને ચાલાકી દ્વારા ખિસકોલીને દબોચી લે છે અને તેનો શિકાર બનાવી દે છે.

Niraj Patel