જન્મતાની સાથે જ દીકરો ગુમાવી ચુક્યો હતો સાંભળવાની શક્તિ, હવે 35 વર્ષ બાદ પહેલીવાર સાંભળ્યો મમ્મીનો અવાજ, એવા કરુણ દદૃશ્યો સર્જાયા કે… જુઓ વીડિયો

ખુબ જ ભાવુક કરી દેનારો વીડિયો, 35 વર્ષ બાદ પહેલીવાર દીકરાએ સાંભળ્યો મમ્મીનો અવાજ, વીડિયો લાવી રહ્યો છે આંખોમાં આંસુઓ, જુઓ

ઇન્ટરનેટ પર અલગ અલગ વિષયોને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણીવાર કેટલાક કોમેડી વીડિયો પણ વાયરલ થતા હોય છે જેને જોઈને કોઈપણ પેટ પકડીને હસવા માટે મજબુર બની જતા હોય છે, પરંતુ કેટલાક એવા ભાવુક કરી દેનારા વીડિયો પણ સામે આવે છે જેને જોઈને આંખો પણ ભીની થતી હોય છે. જેમાંથી ઘણી ઘટનાઓ હકીકતની પણ હોય છે, જે આપણે પણ વિચારવા માટે મજબુર બનાવી દે છે. આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે.

આ વીડિયોમાં એ ભાવનાત્મક ક્ષણ જોઈ શકાય છે જ્યારે 35 વર્ષીય વ્યક્તિએ તેની માતાનો અવાજ પહેલીવાર સાંભળ્યો. આ વ્યક્તિનું નામ એડ્યુઆર્ડો છે. તેને બે વર્ષની ઉંમરે મેનિન્જાઇટિસનું નિદાન થયું હતું, જેના કારણે તેને બંને કાનમાં સાંભળવાનું બંધ થઈ ગયું હતું. તે નાનપણથી જ તેની માતા સાથે ઈશારામાં વાત કરતો હતો.

તે વ્યક્તિ તેની માતાનો અવાજ સાંભળવા માંગતો હતો અને ડોક્ટરોની મહેનત પછી જ્યારે તેનું સપનું પૂરું થયું ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે એડ્યુઆર્ડો બેઠો છે અને તેની માતા વારંવાર તેનું નામ લઈ રહી છે. તેની માતાનો અવાજ સાંભળ્યા પછી, એડ્યુઆર્ડો ઈશારો કરે છે કે તે અવાજ સાંભળી શકે છે અને તેની આંખો આનંદથી ભરાઈ જાય છે.

આ વાયરલ વીડિયો ગુડ ન્યુઝ મોમેન્ટ નામના એક ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકોએ લાઈક પણ કરી છે, સાથે જ ઘણા લોકો કોમેન્ટન અંદર આ અદભુત ક્ષણ જોઈને ભાવુક થવાના ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

Niraj Patel