મમ્મીને લેવા માટે એરપોર્ટ ઉપર ગયો હતો યુવક, પરંતુ ત્યાં દીકરાનું જ મમ્મીએ ચપ્પલથી કર્યું સ્વાગત, જુઓ વીડિયો

એરપોર્ટ ઉપર મમ્મીને લેવા માટે ગયેલા દીકરાને જોઈને મમ્મીને આવ્યો ગુસ્સો, પછી ચપ્પલ કાઢીને મમ્મીએ કર્યું… દે ધના ધન….જુઓ વીડિયો

એક મા પોતાના દીકરાને પ્રેમ પણ ભરપૂર કરતી હોય છે અને પોતાના બાળકને શિખામણ પણ ભરપુર આપતી હોય હોય છે. દુનિયાની સારી નરસી બાબતોનું એ પોતાના સંતાનને ભાન કરાવતી હોય છે. ક્યારેક તેનું સંતાન ના સમજે તો પોતાના ચપ્પલથી પણ સમજાવતી હોય છે. દરેક સંતાનને પોતાના મમ્મીના ચપ્પલથી પણ ખુબ જ ડર લાગે છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મમ્મી તેના દીકરાને ચપ્પલથી મારતી જોવા મળી રહી છે. દીકરો તેની માતાને એરપોર્ટ ઉપર લેવા માટે જાય છે ત્યારે જ આ ઘટના સર્જાય છે. અને તેનો વીડિયો બન્યા બાદ તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ ઈન્સ્ટાગ્રામ રીલમાં, તમે જોઈ શકો છો કે એરપોર્ટ આગમન સમયે એક વ્યક્તિ તેના હાથમાં ગુલદસ્તો અને બીજા હાથમાં બોર્ડ લઈને તેની માતા તરફ ખુશીથી ચાલી રહ્યો છે. બોર્ડ પર લખ્યું છે – “અમે તમને ખૂબ જ યાદ કર્યા.” પરંતુ માતાએ છોકરાને જોતાં જ તે ભૂલી જાય છે કે તે એરપોર્ટ પર છે. અને તરત જ તેના પગમાંથી સેન્ડલ ઉતારે છે અને પછી ચપ્પલથી દે ધના ધન તેના દીકરા ઉપર તૂટી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Anwar Jibawi (@anwar)

ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયોને અનવર જીબાવી દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમને કેપશનમાં લખ્યું છેક એ, “મારી મા પાછી આવી ગઈ.” અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકોએ નિહાળ્યો છે અને લાખો લોકોએ લાઈક અને કોમેન્ટ પણ કરી છે. સોશિયલ મીડિયામાં મા-દીકરાનો આ પ્રેમ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel