સૌથી મોંઘા ઘરને વેચવા જઈ રહ્યો છે ખુબ જ સસ્તામાં,એક જ વર્ષમાં ઘટાડ્યા 1500 કરોડથી પણ વધુ, દેવું વધી જવાના કારણે લીધો આ નિર્ણય

પોતાનું ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘણા લોકો પોતાનું આ સપનું પૂરું કરવા માટે દિવસ રાત મહેનત પણ કરતા હોય છે. ઘણા ધનવાન લોકોના આલીશાન ઘર જોઈને આપણને પણ મનમાં થાય કે કાશ આવું ઘર આપણું પણ હોય. ત્યારે હાલ સૌથી મોંઘા ઘરની ચર્ચાઓ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.

અમેરિકાના સૌથી મોંઘા ઘરની કિંમતમાં છેલ્લા એક વર્ષની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 21 બેડરૂમવાળા આ આલીશાન ઘરની કિંમત હવે 2179 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે, અગાઉ ડેવલપર્સ આ ઘરને રૂ. 3700 કરોડમાં વેચવા માંગતા હતા.

‘ધ સન’માં છપાયેલા સમાચાર મુજબ આ ભવ્ય ઘર બનાવવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે હજુ પણ સંપૂર્ણ રીતે રચાયું નથી. પરંતુ કંપનીની નાદારીના કારણે તેનું વેચાણ થઈ રહ્યું છે. હોલીવુડના નિર્માતામાંથી ડેવલપર બનેલા નીલ નિયામીએ સાત વર્ષ પહેલા ઘર બનાવવા માટે 600 કામદારોને રાખ્યા હતા.

ગયા વર્ષે જાન્યુઆરીમાં તેને હરાજી માટે લિસ્ટ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં મકાન વેચાણની યાદીમાંથી કાઢી લેવામાં આવ્યું હતું. પરંતુ હવે ઘરના માલિકે દેવાના કારણે ફરી એકવાર તેને ઓછી કિંમતે વેચવાનો નિર્ણય કર્યો છે.

કેલિફોર્નિયાના મનોહર પર્વતીય વિસ્તારમાં બનેલા આ ઘરનું નામ ‘ધ વન’ છે. તેનો વિસ્તાર લગભગ 10 હજાર ચોરસ ફૂટ છે. ઘરમાં 21 લક્ઝુરિયસ બેડરૂમ, 4 સ્વિમિંગ પૂલ, 45 સીટર સિનેમા હોલ, 30 કાર પાર્કિંગ ગેરેજ, રનિંગ ટ્રેક, ઇન્ડોર સ્પા, બ્યુટી સલૂન છે. આ ઘર ચારે બાજુથી ખુલ્લું છે અને ત્યાંથી આખા શહેરનો સુંદર નજારો જોઈ શકાય છે. આ ઘરના પડોશીઓમાં હોલીવુડ સ્ટાર્સનો સમાવેશ થાય છે.

નિયામીએ કહ્યું, “જો તમારી પાસે મોનાલિસા જેવી કોઈ દુર્લભ વસ્તુ છે, તો તમે તેને કોઈપણ કિંમતે વેચી શકો છો.” પરંતુ તેની સાથે આવું કંઈ થયું નથી. તેમને તેમના આલીશાન ઘર ઓછા ભાવે વેચવા પડે છે. આમ છતાં જો આ ઘર સૌથી મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. અગાઉ અમેરિકાનું સૌથી મોંઘુ ઘર હેજ ફંડ અબજોપતિ કેન ગ્રિફિને મેનહટનમાં ખરીદ્યું હતું.

તેની કિંમત 17 અબજ 57 કરોડ રૂપિયા હતી. આ સાથે જ દુનિયાની વાત કરીએ તો ચીનના એક બિઝનેસમેને બ્રિટનમાં મેગા મેન્શન ખરીદવા માટે 20 અબજ 31 કરોડ રૂપિયાની ડીલ કરી છે. જ્યારે સાઉદીના એક રાજકુમારે 22 અબજ 25 કરોડ રૂપિયામાં ફ્રાંસનો એક રિસોર્ટ ખરીદ્યો છે.

Niraj Patel