આ છે વિશ્વની સૌથી ખતરનાક જગ્યા, જ્યાં 100 વર્ષથી કોઈ મનુષ્ય નથી આવ્યો

વિશ્વભરમાં એવી ઘણી જગ્યાઓ છે જે સેંકડો વર્ષોથી નિર્જન છે જ્યાં માનવીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયાની સૌથી ખતરનાક જગ્યા માનવામાં આવે છે. આ જગ્યા ફ્રાન્સમાં છે જેને સૌથી ભયાનક સ્થળ પણ માનવામાં આવે છે. આ સ્થળ સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી છે.

આ સ્થળ વિશે કહેવામાં આવે છે કે 100 વર્ષ પહેલા માનવી અહીં રહેતો હતો પરંતુ બાદમાં એક ઘટના બની કે જેણે અહીંથી માનવીનું નામ ભૂંસી નાખ્યું. હવે સરકારે આ સ્થળે માત્ર માણસો જ નહીં પણ પ્રાણીઓના જવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

આ સ્થળ ફ્રાન્સના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલું છે. લોકોના અહીં ન આવવા પાછળ એક ખતરનાક કહાની છે, જેને જાણીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં હાજર આ સ્થળ ‘ઝોન રોગ’ તરીકે ઓળખાય છે.

આ જગ્યા એટલી જોખમી છે કે અહીં ‘ડેન્જર ઝોન’ બોર્ડ લગાવવામાં આવ્યા છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે આ સ્થળની આસપાસ આવી જાય તો પણ તેણે આ બોર્ડ વાંચ્યા પછી આગળ જવાની ભૂલ ન કરે. જો કે, આ સ્થળને બાકીના ફ્રાન્સથી અલગ રાખવામાં આવ્યું છે, જેથી અહીં કોઈ ન આવી શકે.

આ જગ્યાને ‘રેડ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવી છે. એવું કહેવાય છે કે પહેલા વિશ્વયુદ્ધ પહેલા આ વિસ્તારમાં કુલ નવ ગામો હતા, જ્યાં લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ વિશ્વયુદ્ધ દરમિયાન આ જગ્યા પર એટલા બધા બોમ્બ પડ્યા કે આખો વિસ્તાર નાશ પામ્યો હતો. ઘણા લોકો માર્યા ગયા હતા અને આ સ્થળ રહેવા લાયક નહોતું રહ્યું. એવું કહેવાય છે કે આ સમગ્ર વિસ્તારમાં કેમિકલ યુક્ત યુદ્ધ સામગ્રીનો મોટો જથ્થો ફેલાયેલો છે, જેના કારણે અહીંની જમીન ઝેરી બની ગઈ છે. એટલું જ નહીં, અહીંના પાણીમાં પણ જીવલેણ તત્વો જોવા મળે છે.

કારણ કે આ વિસ્તાર વિશાળ છે. તેથી, આ સમગ્ર વિસ્તારની જમીન અને પાણીને કેમિકલ મુક્ત બનાવવું શક્ય નથી. એટલા માટે ફ્રાન્સની સરકારે લોકોને અહીં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. વર્ષ 2004 માં એક ટીમે અહીંની જમીન અને પાણીની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે અહીં આર્સેનિકનો મોટો જથ્થો છે. તમને જણાવી દઈએ કે આર્સેનિક એક એવો ઝેરી પદાર્થ છે, જો તેની થોડી એવી માત્રા આકસ્મિક રીતે કોઈ વ્યક્તિના મોઢામાં જાય તો તે થોડા કલાકોમાં મૃત્યુ પણ પામી શકે છે.

YC