સુંદર છોકરીએ લોન માટે ફોન કર્યો તો પીગળી ગયો યુવક અને પછી ભરાઈ ગયો, આગળ બહુ ખતરનાક થયું

હોટ ફિગર વાળી છોકરીએ યુવકને કાર લોન માટે ફોન કર્યા, યુવક પીગળી ગયો પછી ન થવાનું થયું સામે, તમે પણ સાવધાન થઇ જજો આવા કિસ્સાઓથી

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર યુવતિઓ દ્વારા યુવકોને ફસાવવામાં આવે છે અને પછી તેમને બ્લેકમેઇલ કરી તેમની પાસેથી હજારો લાખો રૂપિયા પડાવવામાં આવે છે. હાલમાં હનીટ્રેપનો કિસ્સો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં જુના દેવળીયા ગામે રહેતા એક યુવકને કાર લોન માટે એક મહિલા અવાર-નવાર ફોન કરતી હતી અને તે બાદ તેણે યુવકને હનીટ્રેપમાં ફસાવવા માટેનું કાવતરું ઘડ્યુ હતુ.

યુવકને ફોન કરી તેણે 10 લાખની માગણી કરી હતી અને તે બાદ યુવકે તેના વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે તપાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી. આ કેસમાં એક આરોપી ફરાર હતો અને તેને પકડવા ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા. મોરબીના હળવદના જુના દેવળીયા ગામે રહેતા કૃણાલભાઇ અઘારાને હનીટ્રેપમાં ફસાવવા એક મહિલા કે જે રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી લોન માટે ફોન કરતી હતી.

શ્યામ રબારીએ ફોન પર યુવકને કહ્યું કે મારી પત્ની સાથે કેમ વાત કરે છે અને પછી જેમ ફાવે તેમ ગાળો આપી અને ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી. તે બાદ સમાધાન માટે 10 લાખની માગણી કરવામાં આવી હતી.ઘણીવાર આરોપીઓ દ્વારા યુવકને ધમકી આપવામાં આવી અને સમાજમાં પણ બદનામ કરવાની ધમકી આપવામાં આવી. જો કે,આ યુવાને તેના પરિવારને વાત કરી અને પછી તેણે પિતાને સાથે રાખી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી.

પોલિસે પણ કાર્યવાહી કરી આ ભેજાબાજ શખ્સો પીડિત પાસેથી રૂપિયા પડાવે એ પહેલા જ તેમને જેલ હવાલે કર્યા. યુવકની ફરિયાદને આધારે પોલીસે જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રવીભાઇ દીલીપભાઇ ખટાણા, મયુર ગોવિંદભાઇ ખટાણા અને બિનલબેન દોશીની ધરપકડ કરી હતી, તેમજ ફરાર આરોપીની શોધ શરૂ કરી હતી.

Shah Jina