“આદિપુરુષ” ફિલ્મના સ્ક્રીનિંગમાં થયો અદ્ભૂત ચમત્કાર, ચાલુ ફિલ્મમાં જ સાક્ષાત હનુમાનજીના રૂપમાં આવી ગયો કપિરાજ, જુઓ વીડિયો

અચાનક થિયેટરમાં “આદિપુરુષ” ફિલ્મ જોઈ રહેલા દર્શકોએ લગાવ્યા “જય શ્રી રામ”ના નારા, ટોર્ચ મારીને જોયું તો કપિરાજ પણ ફિલ્મ નિહાળી રહ્યો હતો, જુઓ વીડિયો

Monkey Watching Adipursh: દર્શકો જે ફિલ્મની ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા એ ફિલ્મ “આદિપુરુષ” આખરે આજથી સિનેમાઘરોમાં રિઝીલ થઇ ચુકી છે. ફિલ્મને લઈને પહેલા ઘણા વિવાદો પણ થયા હતા, પરંતુ હવે દર્શકો આ ફિલ્મ સિનેમાઘરોમાં જઈને  જોઈ રહ્યા છે અને તેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

ત્યારે આ બધા વચ્ચે જ એક એવો વીડિયો છે જે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે થિયેટરમાં આદિપુરુષ ચાલી રહ્યું હતું ત્યારે જ એક કપિરાજ સિનેમા હોલમાં પ્રવેશે છે, જેના પછી આખો હોલ ‘જય શ્રી રામ’ ના નારાથી ગુંજી ઉઠ્યો. હવે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા રામાયણથી પ્રેરિત છે, જેમાં પ્રભાસ અને સૈફ સિવાય કૃતિ સેનન અને સની સિંહ છે. આ ક્લિપ 23 સેકન્ડની છે જેમાં આપણે સિનેમા હોલના સ્ક્રીન પર ‘આદિપુરુષ’ ચાલતા જોઈ શકીએ છીએ. અચાનક કોઈએ દીવાલ પર ટોર્ચ મારી. પહેલા તો કોઈ વાંદરાને જોઈને બૂમો પાડે છે. પછી બાકીના લોકોએ વાંદરાને જોતા જ આખો હોલ ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને સેંકડો લોકોએ આ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.  ઘણા લોકોએ એમ પણ કહ્યું કે જ્યાં રામજીનો પાઠ થાય છે ત્યાં હનુમાનજી હાજર હોય છે, આ તેનું એક તાજું ઉદાહરણ છે.

Niraj Patel