મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાની ચર્ચા આ દિવસોમાં દરેક જગ્યાએ થઈ રહી છે. સોશિયલ મીડિયા વાયરલ ગર્લની તસવીરો અને વીડિયોથી ભરેલું છે. દરેક જગ્યાએ મધ્યપ્રદેશની આ સામાન્ય છોકરીની ચર્ચા છે, જે હવે ખાસ બની ગઈ છે. મોનાલિસા ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે, જેના માટે વાયરલ ગર્લ એ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
મોનાલિસા વિશેની ચર્ચાઓ હજુ ઓછી નથી થઈ ત્યાં તેની બહેને પણ હેડલાઈન્સ બનાવવાનું શરૂ કરી દીધું છે. જી હાં, મોનાલિસાની એક બહેન છે, જે સુંદરતાના મામલામાં તેનાથી ઓછી નથી. મોનાલિસા બાદ તેની બહેન ઈશિકા ભોસલેના ફોટા-વીડિયો હવે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. લોકો તેની સુંદરતા અને આંખોના વખાણ કરતા થાકતા નથી.
મોનાલિસાની બહેનની આંખો પણ તેના જેટલી જ સુંદર છે અને લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. યૂઝર્સ ઈશિકાના વખાણ કરી રહ્યા છે અને તેના વીડિયો-ફોટો શેર કરી રહ્યા છે. આ ઉપરાંત એ પણ કહી રહ્યા છે કે બંને બહેનો કેટલી સુંદર છે. મોનાલિસા અને ઈશિકાનો લુક જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. બંનેની આંખો એકદમ સરખી છે અને તેમના ચહેરા પણ… ઈશિકાના માળા વેચતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.
View this post on Instagram
કેટલાક વીડિયોમાં તે તેની બહેન સાથે મસ્તી કરતી પણ જોવા મળે છે. મોનાલિસાની વાત કરીએ તો તે આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તે મહાકુંભમાં એટલી પ્રખ્યાત થઈ ગઈ કે તેને એક ફિલ્મની ઓફર પણ થઈ. આ વાયરલ ગર્લ ડિરેક્ટર સનોજ મિશ્રાની ફિલ્મ ‘ડાયરી ઑફ મણિપુર’માં જોવા મળશે. આ ફિલ્મમાં મોનાલિસા લીડ રોલમાં જોવા મળશે.
View this post on Instagram