ભોજપુરી સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ અંતરા બિસ્વાસ, જેને તમે મોનાલિસા તરીકે ઓળખો છે તે તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. ઘણી ભોજપુરી ફિલ્મો અને હિન્દી ટીવી સીરિયલ કરી ચૂકેલી મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થાય છે. ત્યારે મોનલિસાએ એપ્રિલની ગરમીમાં સ્વિમિંગ પૂલમાંથી બિકીનીમાં કેટલીક તસવીરો અને મોનોકિનીમાં વીડિયો શેર કર્યો.
મોનાલિસાએ 26 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં, મોનાલિસાએ બિકીની પહેરી છે અને તેના કેપ્શનમાં તેણે લખ્યું છે, “જલપરી બનો 🧜 ઝડપથી તરો, તાજ પહેરો અને મોટા સપના જોવો.” આ સાથે તેણે હાર્ટ ઇમોજી પણ બનાવ્યું હતુ. આ તસવીરોના થોડા દિવસો પહેલા તેનો સ્વિમિંગ પુલમાં ન્હાવાનો એક વીડિયો પણ બહાર આવ્યો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
તેના કેપ્શનમાં, તેણે લખ્યું કે ગરમ ઉનાળો અને હું… બિકીનીમાં મોનાલિસાનો અંદાજ એકદમ અલગ લાગે છે જે બધાને પસંદ આવી રહ્યો છે. મોનાલિસા પોતાની ફિલ્મોમાં પણ આ રીતે પોતાના ચાહકોને દિવાના બનાવે છે. મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો માટે આવા અદ્ભુત વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. 42 વર્ષીય અંતરા બિશ્વાસ કોલકાતાના રહેવાસી છે.
ફિલ્મોમાં આવ્યા પછી, તેણે પોતાનું નામ બદલીને મોનાલિસા રાખ્યું અને આજે તે આ નામથી પ્રખ્યાત છે. મોનાલિસાએ 1997 માં હિન્દી ફિલ્મ જયતેથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તેણે ઘણી હિન્દી, તમિલ, ઉડિયા, તમિલ, કન્નડ, બંગાળી અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તે મોટાભાગે ફિલ્મોમાં આઇટમ નંબર કરે છે.
મોનાલિસાએ 2008ની ભોજપુરી ફિલ્મ ભોલે શંકરથી ભોજપુરીમાં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સુપરહિટ ફિલ્મમાં મનોજ તિવારી અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો જોવા મળ્યા હતા. મોનાલિસાએ દિનેશ લાલ, રવિ કિશન, પવન સિંહ અને ખેસારી લાલ સાથે પણ કામ કર્યું છે.
View this post on Instagram