મહાકુંભની મોનાલિસાનો ઠાઠ-માઠ ઓછો નથી થઇ રહ્યો. મોનાલિસા જલ્દી જ ફિલ્મોમાં પગ મૂકવા જઇ રહી છે. મોનાલિસા લગભગ દરરોજ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના જીવન સાથે જોડાયેલ અપડેટ્સથી દરરોજ લોકોનું ધ્યાન ખેંચતી રહે છે. અભિનેત્રી બનવાની તૈયારી કરી રહેલી મોનાલિસા પોતાના ચાર્મ અને સ્ટાઇલથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. દરરોજ મોનાલિસા એક નવી રીલ લઈને આવે છે અને તે રીલ્સને ભરપૂર વ્યૂઝ મળે છે.
મહેશ્વરની રહેવાસી મોનાલિસા ભોંસલે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં માળા-રૂદ્રાક્ષ વેચવા ગઇ હતી. આ દરમિયાન તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા અને તેની આંખો તેમજ સુંદરતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું. લોકો તેની સુંદરતાના ચાહક બની ગયા. મોનાલિસાને એક ફિલ્મની ઓફર મળી. દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેને ‘ધ ડાયરી ઓફ મણિપુર’ ફિલ્મમાં કાસ્ટ કરી છે.
હવે મોનાલિસા ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. અભ્યાસની સાથે સાથે તેણે અભિનયની તાલીમ પણ લેવાનું શરૂ કરી દીધું છે. મોનાલિસાએ પોતાની સ્ટાઇલ ઘણી બદલી છે. મોનાલિસા જે પહેલા સિંપલ દેખાતી હતી, તે હવે ખૂબ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળે છે. મોનાલિસાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે એરપોર્ટ પર જોવા મળી હતી. આ પછી સમાચાર આવ્યા કે તે હવે મુંબઈ શિફ્ટ થઈ ગઈ છે, જો કે આવું નથી. મોનાલિસાએ પોતે જણાવ્યું કે તે ક્યાં રહે છે.
મોનાલિસાએ તાજેતરની રીલમાં ખુલાસો કર્યો કે તે તેના પરિવારથી દૂર નથી, પરંતુ મધ્યપ્રદેશમાં એટલે કે પોતાના શહેરમાં રહે છે. સનોજ મિશ્રા તેને મદદ કરી રહ્યા છે અને તેની સાથે પોતાની દીકરીની જેમ વર્તે છે. મોનાલિસાએ એક વીડિયોમાં કહ્યુ, ‘નમસ્તે, મારું નામ મોનાલિસા ભોંસલે છે અને હું મુંબઈ વગેરે જગ્યાએ ક્યાંય ગઈ નથી. અત્યારે હું મધ્યપ્રદેશ, મારા શહેરમાં છું અને થોડો અભિનય શીખી રહી છું અને અભ્યાસ કરી રહી છું. તમે જે વિચારી રહ્યા છો એવું કંઈ નથી. મારી બહેન અને મોટાપપ્પા પણ મારી સાથે છે. સનોજ મિશ્રા મને બે વાર મળવા આવ્યા.
સનોજ સર ખૂબ જ સારા છે, તેઓ મારી સાથે દીકરીની જેમ વર્તે છે. લોકો ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. મેં જાતે જોયું છે કે સનોજ મિશ્રા ખૂબ જ આદરણીય અને ખૂબ જ સારા છે. તેમનો સ્વભાવ ખૂબ જ સારો છે, મને તે ગમ્યો. હું તમને વિનંતી કરું છું કે અમારી ફિલ્મ બનતી અટકાવશો નહીં.
વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો !!!