મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા પર રીલ્સનો ખુમાર, એક બાદ એક વીડિયો જોઇ ફેન્સ બોલ્યા- ખૂબ અભ્યાસ મહેનત કરો અને…

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા હવે ફિલ્મોમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. તેના ગ્રુમિંગ સેશન ચાલી રહ્યા છે, ત્યારે તેનો મેકઓવર પણ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની રીલ્સ પણ શેર કરતી રહે છે. પરંતુ હવે તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભારતીય પોશાકમાં ચશ્મા અને જેકેટ પહેરેલી જોવા મળી રહી છે.

ફોટામાં તે તેની અપકમિંગ ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ ના દિગ્દર્શક સનોજ મિશ્રા સાથે પોઝ આપતી જોવા મળે છે. મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાના તાજેતરના ફોટામાં તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. આ જોયા પછી એવું લાગે છે કે મોનાલિસા પર ગ્રુમિંગ અને મેકઓવરની અસર દેખાય છે.

આ ઉપરાંત થોડા કલાકો પહેલા મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર ગુલાબી સૂટમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ઘરના ટેરેસ પર 24 વર્ષ જૂના ગીત ઓ મિસ્ટર રાજા પર લિપ-સિંક કરતી જોવા મળી રહી છે. ચાહકો આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું- સખત પ્રેક્ટિસ કરો, સખત મહેનત કરો અને આગળ વધો, નસીબે તમને તક આપી છે.

બીજા યુઝરે લખ્યું, મહેનત વગર રાતોરાત સફળતા મળી. ત્રીજા યુઝરે લખ્યું, શું તમને લાગે છે કે તે હિરોઈન બનશે ?. જણાવી દઈએ કે, મોનાલિસા તાજેતરમાં જ એક જ્વેલરી બ્રાન્ડ માટે કેરળ પહોંચી હતી. જ્યાં તેને જોવા માટે ભીડ જોવા મળી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં પણ તે ગીત ગાતી વખતે પેપરાજી સાથે વાત કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Monalisa (@_monalisa_official)

Shah Jina