દીકરીના કહેવા ઉપર મમ્મીએ રોટલી બનાવતા બનાવતા ગીત ગાયું, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ લાખો લોકોએ કર્યા વખાણ, જુઓ વીડિયો

આજે સોશિયલ મીડિયા એક એવું મંચ બની ગયું છે જેણે લાખો લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં કેટલાક લોકોના અદભુત ટેલેન્ટ જોવા મળતા હોય છે અને યુઝર્સ પણ તેમના ટેલેન્ટને વખાણતા હોય છે. હાલ એવી જ એક મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે રોટલી બનાવતા બનાવતા એક ગીત ગાય છે અને લોકોને ખુબ જ પસંદ આવે છે.

મા રોટલી બનાવવા બેઠી હતી. ત્યારે તેની એક દીકરી આવીને કહે છે કે માતા ગીત સંભળાવો.થોડીવાર માટે દીકરીને ના કહ્યા બાદ માતા તેની સાથે સંમત થાય છે અને પછી જ્યારે તે ગાવાનું શરૂ કરે છે, ત્યારે તો ખરેખર … સાંભળનાર દરેક વ્યક્તિ તેના અવાજના ચાહક બની જાય છે. તેનો અવાજ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સને લતાજીની યાદ અપાવે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા જમીન પર બેસીને રોટલી બનાવવાની તૈયારી કરી રહી છે. પછી વીડિયો બનાવતી વખતે તેની દીકરી કહે છે કે મમ્મી એક ગીત સંભળાવી દે. મમ્મી કહે છે કે તે દિવસે તો સંભળાવ્યું હતું… હવે તારે ફરીથી ગીત સાંભળવું છે ? આના પર છોકરી કહે છે કે તેને ઘણો સમય થઈ ગયો છે… પ્લીઝ એકવાર સંભળાવને! તેના પર માતા કહે છે કે તું મારા  ગીતો બહુ સાંભળે છે. દીકરી કહે તારો અવાજ બહુ સારો લાગે છે તો તારું ગીત સંભળાવ. મા થોડી ખચકાટ સાથે કહે છે કે આ છેલ્લી વાર છે… અને પછી તે ગાવાનું શરૂ કરે છે.

આ વીડિયો ફેસબુક હેન્ડલ Esclip Funfin દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ ક્લિપને ઘણા લોકો જોઈ ચુક્યા છે. ઉપરાંત, યુઝર્સ સતત તેમના પ્રતિભાવો આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે તેમના અવાજમાં જાદુ છે. તો તેમના અવાજે કેટલાક યુઝર્સને લતાજીની યાદ અપાવી.

આ વીડિયો વોટ્સએપથી લઈને સોશિયલ મીડિયા સુધી અલગ-અલગ પ્લેટફોર્મ પર છવાયેલો છે. તમને જણાવી દઈએ કે, રાજેશ ખન્ના, હેમા માલિની અને પ્રેમ ચોપરાની ફિલ્મ ‘મહેબૂબા’ (1997)નું ‘મેરે નૈના સાવન ભાદો’ ગીત લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયું છે. સંગીત આરડી બર્મન (રાહુલ દેવ બર્મન) દ્વારા આપવામાં આવ્યું છે.

Niraj Patel