ઇંગ્લેન્ડ સામેની મેચમાં શમીની ભૂલ પર લાલ પીળો થયો હાર્દિક પંડ્યા, રોહિતનો ગુસ્સો પણ સાતમા આસમાને, ICCએ કહ્યું, “આ શું ?” જુઓ વીડિયો

આ શું કરી નાખ્યું શમીએ ? કે હાર્દિક અને રોહિતને આવી ગયો ચાલુ મેચમાં ગુસ્સો ? વાયરલ થઇ રહ્યો છે વીડિયો

બે દિવસ પહેલા ભારત અને ઇંગ્લેન્ડ સામે યોજાયેલી બીજી સેમી ફાઇનલ મેચમાં ભારતની કારમી હાર થઇ. ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે પરાજય આપ્યો અને ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ત્યારે આ મેચ દરમિયાન ઘણી એવી બધી ઘટનાઓ પણ સામે આવી જેને જોઈને દર્શકોને પણ ઘણું જ દુઃખ થયું હતું.

ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતની બોલિંગ અને ફિલ્ડિંગ ખુબ જ ખરાબ જોવા મળી હતી. ભારત ઇંગ્લેન્ડની એક પણ વિકેટ ખેરવી શક્યું નહોતું. ત્યારે ફિલ્ડિંગ દરમિયાન પણ ઘણી એવી મિસ ફિલ્ડિંગ જોવા મળી હતી. જેને જોઈને દર્શકો ઉપરાંત ખેલાડીઓને પણ ગુસ્સો આવ્યો હતો. આવું જ કંઈક હાર્દિક પંડ્યાની બોલિંગ દરમિયાન પણ જોવા મળ્યું હતું. જેમાં શમીની હરકત પર હાર્દિક અને રોહિત બંને ગુસ્સે ભરાયા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાનનો છે. આ વીડિયોમાં મોહમ્મદ શમીની મિસ ફિલ્ડિંગ પર કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ગુસ્સે થઈ ગયા હતા. હાર્દિક પંડ્યાના બોલ પર ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે વિકેટકીપરની ઉપર એક શોટ રમ્યો હતો. જે બાદ ફાઈન લેગ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા મોહમ્મદ શમીએ બોલને બાઉન્ડ્રી ક્રોસ કરતા અટકાવ્યો હતો.

પરંતુ આ બોલને વિકેટ કીપરને થ્રો કરવાને બદલે તેને બોલ તરફ દોડીને આવી રહેલા ભુવનેશ્વર કુમાર તરફ થ્રો કર્યો હતો. પરંતુ ત્યાં સુધી ભુવનેશ્વર પણ શમીનું ખુબ જ નજીક આવી ગયો હતો અને બોલ તેના માથા પરથી આગળ જતો રહ્યો, જ્યાં સુધી ભવનેશ્વર બોલ ઉઠાવીને પરત આપતો ત્યાં સુધી બેટ્સમેન ચાર રન દોડી ગયા હતા. આ જોઈને હાર્દિક અને રોહિત બંને ગુસ્સે ભરાયા હતા. આઈસીસી દ્વારા આ વીડિયો શેર કરીને લખ્યું “આ શું હતું?”

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Niraj Patel